Video: ગણેશ વિસર્જન દરમિયાન શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સાથે કર્યો ડાન્સ

News18 Gujarati
Updated: September 4, 2019, 1:07 PM IST
Video: ગણેશ વિસર્જન દરમિયાન શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સાથે કર્યો ડાન્સ
વરસાદ હોવા છતાં અભિનેત્રી અને તેના પરિવારમાં ઉત્સાહ જોવા મળ્યો.

શિલ્પા શેટ્ટીએ ગણેશ વિસર્જન પ્રસંગે પતિ રાજ કુન્દ્રા સાથે જોરદાર ડાન્સ કર્યો, તેણી પિંક કલર ડિઝાઇનર સૂટમાં આકર્ષક લાગી રહી છે.

  • Share this:
ગણેશ ચતુર્થી નિમિત્તે બોલિવૂડની અનેક હસ્તીઓએ તેમના ઘરે ગણપતિનું સ્વાગત કર્યું હતું. તેમાં શિલ્પા શેટ્ટી પણ સામેલ હતી. ગણેશ સ્થાપનાની તસવીર ખુદ શિલ્પા શેટ્ટીએ શેર કરી હતી. મંગળવારે તેમણે ગણેશનું વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે તેણીએ પતિ રાજ કુંદ્રા સાથે જોરદાર ડાન્સ કર્યો. વિસર્જનના કેટલાક વીડિયો સામે આવ્યાં છે.

શિલ્પા દર વર્ષે તેના ઘરે ગણપતિની સ્થાપના કરે છે. આ વખતે તેમનો પૂરો પરિવાર પણ ગણેશોત્સવ પર હાજર હતો. શિલ્પા તેની બહેન શમિતા શેટ્ટી સાથે પણ જોવા મળી હતી. શિલ્પાએ આ પ્રસંગે પિંક કલર ડિઝાઇનર સૂટ પહેર્યુ હતુ. તેણે નથ અને હેવી જ્વેલરી પણ કેરી કરી હતી.

શિલ્પાનો પતિ રાજ કુંદ્રા લાઇટ પિંક કલરનો કુર્તા પહેરેલો જોવા મળ્યો હતો. શિલ્પાનો પુત્ર વિયાન પણ સફેદ કલરનો કુર્તો અને જીન્સ પહેરીને ક્યૂટ લાગી રહ્યો હતો. શિલ્પાએ ગણપતિનું વિસર્જન કરતી વખતે તેના પતિ સાથે ડાન્સ કર્યો. ત્યારબાદ ગણપતિને વિસર્જન કરવાની વ્યવસ્થા હતી.



શિલ્પા અને રાજ વિધી-વિધાન ગણપતિનું વિસર્જન કરતા જોવા મળ્યાં. વીડિયોમાં જોઇ શકાય છે કે વરસાદ હોવા છતાં અભિનેત્રી અને તેના પરિવારના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. આ પહેલા શિલ્પાએ ગણપતિ સાથે તસવીર પોસ્ટ કરી હતી. તેના પતિ અને પુત્ર પણ તેમાં દેખાયા હતા.


ગણપતિ બાપ્પાનો ફોટો શેર કરતી વખતે શિલ્પાએ લખ્યું - હું આધ્યાત્મિક છું અને તમામ તહેવારોની ઉજવણી કરું છું. અમે હંમેશા ગણપતિ બાપ્પાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા લાવીએ છીએ. ગણપતિ બાપ્પા મોર્યા.




શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર તેના ડાન્સનો વીડિયો શેર કરતી વખતે લખ્યું હતું - તેમને વિદાય આપવી હંમેશાં ખૂબ મુશ્કેલ હોય છે. અમારા ગન્નુ રાજા વિદાય લઈ રહ્યા છે અને અમે તેમને વચન આપીને વિદાય આપી રહ્યા છીએ કે આગામી વર્ષે ગણપતિ બાપ્પા ચોક્કસપણે આવશે.
First published: September 4, 2019, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading