શિલ્પા શેટ્ટીના 7 વર્ષના દીકરાએ મારી એવી બૅક ફ્લિપ, વીડીયો થયો વાયરલ

News18 Gujarati
Updated: May 18, 2020, 3:52 PM IST
શિલ્પા શેટ્ટીના 7 વર્ષના દીકરાએ મારી એવી બૅક ફ્લિપ, વીડીયો થયો વાયરલ
નાની ઉંમરથી શિલ્પા શેટ્ટીનો દીકરો વિયાન પરફેક્ટ બેક ફ્લિપ મારતો જોવા મળી રહ્યો છે

નાની ઉંમરથી શિલ્પા શેટ્ટીનો દીકરો વિયાન પરફેક્ટ બેક ફ્લિપ મારતો જોવા મળી રહ્યો છે

  • Share this:
મુંબઈઃ હાલમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) બોલિવૂડની સૌથી વધુ ચર્ચા સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ એક્ટ્રેસ તરીકે થઈ રહી છે. શિલ્પા સોશિયલ મીડિયા ઉપર કંઈકને કંઈ શૅર કરતી રહે છે. ક્યારેય પતિ રાજ કુંદ્રાની સાથે શૂટ કરેલા મજેદાર ટિક ટોક વીડિયો, ક્યારેક વર્કઆઉટ વીડિયો તો ક્યારેક કઈ સ્વાદિષ્ટ વ્યંજન બનાવવાની રેસિપી. હાલમાં જ તેણે કંઈક આવું શૅર કર્યું છે જેને જોઈને તમે દંગ રહી જશો. શિલ્પા શેટ્ટી (Shilpa Shetty Son)એ પોતાના 7 વર્ષના દીકરા વિયાન (Viaan)નો એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તે નાની ઉંમરથી વિયાન પરફેક્ટ બેક ફ્લિપ (Back Flip) મારતો જોવા મળી રહ્યો છે.

મૂળે, હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં નાનો વિયાન શાનદાર રીતે બેક ફ્લિપ મારતો જોવા મળી રહ્યો છે. આ સ્લો મોશન વીડિયોમાં જોઈ શકાય છે કે આટલી નાની ઉંમરમાં તેનું એક-એક સ્ટેપ કેટલું પરફેક્ટ છે. આ વીડિયોની સાથે શિલ્પાએ પોતાના દીકરા માટે એક લાંબું કેપ્શન પણ લખ્યું છે. વિયાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં જુઓ શિલ્પા શેટ્ટીએ શૅર કરેલો વીડિયો...
 View this post on Instagram
 

Children always imitate whatever they see their parents doing. Seeing us workout and practice yoga, Viaan started taking an interest in his health and fitness early on. Kids have a lot of energy and it’s important for that enormous energy to be channelised well. He loves gymnastics, so I enrolled him.. But gymnastics without practice can make you rusty. So, we keep practising... keeps him occupied, active, and strong! So, if your kids want to pursue something they must practice because practice makes you perfect, and makes them hungry and sleep well... ha ha ha Stay home, stay safe! . . . . . #MondayMotivation #SwasthRahoMastRaho #FitIndia #FitIndiaMovement #gymnastics #exercise #active #fitness #goodhealth #staysafe #stayhome #stayindoors


A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

આ પણ વાંચો, લૉકડાઉન વચ્ચે દેશમાં વેચાઈ રહ્યું છે સૌથી મોંઘું સોનું, જાણો કારણ

આ વીડિયોના કેપ્શનમાં શિલ્પાએ લખ્યું કે, બાળકો એ જ શીખે છે જે પોતાના માતા-પિતાને કરતાં જુએ છે. અમને વર્કઆઉટ અને યોગ કરતાં જોઈને વિવાને પણ પોતાની ફિટનેસ પર નાની ઉંમરથી જ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. બાળકોની પાસે ઘણી ઉર્જા હોય છે અને જરૂરી છે કે તે ઉર્જા યોગ્ય દિશામાં જાય. તેને જિમ્નાસ્ટિક્સ ખૂબ પસંદ છે, તેથી તેને અમે પ્રેક્ટિસ કરાવતા રહીએ છીએ. તેને એક્ટિવ રાખીએ છીએ અને તેને મજબૂત રાખીએ છીએ.

શિલ્પાએ વધુમાં લખ્યું કે, જો આપના બાળકો કંઈ કરવા માંગે છે તો તેને અભ્યાસની ઘણી જરૂર છે. કારણ કે અભ્યાસ આપને પરફેક્ટ બનાવે છે. તેમની ભૂખ વધારે છે અને તેમને સારી ઊંઘ પણ આવે છે. ઘર પર રહો સુરક્ષિત રહો.

આ પણ વાંચો, દીપડાએ ટ્રક ડ્રાઈવર પર કર્યો હુમલો, કૂતરાઓએ આવી રીતે બચાવ્યો જીવ

 
First published: May 18, 2020, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading