Home /News /entertainment /'અમ્મા...અમ્મા...' પંજાબની કેટરીનાનો બૂમો પાડતો વીડિયો થયો વાયરલ, ફેન્સે કરી આવી કોમેન્ટ્સ
'અમ્મા...અમ્મા...' પંજાબની કેટરીનાનો બૂમો પાડતો વીડિયો થયો વાયરલ, ફેન્સે કરી આવી કોમેન્ટ્સ
ફોટોઃ @shehnaazgill
શહેનાઝ ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શહેનાઝ રણમાં ઊંટ ઉપર સવારી કરતી જોવા મળી રહી છે. શહેનાઝ ગિલ ઊંટ પર બેઠી છે અને જેવું ઊંટ પગ ઉંચો કરે છે કે તેણી અમ્મા અમ્મા... બૂમો પાડવા લાગે છે. શહેનાઝનો આ ક્યૂટ વીડિયો જોઈ લોકો પોતાનું હસવાનું રોકી નથી શકતાં.
મુંબઈઃ પંજાબની કેટરીનાના નામથી ફેમસ શહેનાઝ ગિલની ક્યૂટનેસના લાખો લોકો દીવાના છે. શહેનાઝના ફેન્સ તેણીની પ્યારી અદાઓને જોઈને ખુશ થઈ જાય છે. શહેનાઝનો આ માસૂમ અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે. શહેનાઝ પોતાની આવી ઝલક પણ ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા શેર કરતી રહે છે. શહેનાઝ હાલ રણની મુસાફરી કરવા નીકળી છે.
શહેનાઝે અહીં પહોંચીને ઊંટની સવારી પણ કરી. જોકે, ઊંટ પર બેસીને શહેનાઝને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. જેવો ઊંટ પોતાનો પગ ઉંચો કરે છે કે તરત જ શહેનાઝ અમ્મા...અમ્મા... બૂમો પાડવા લાગે છે. શહેનાઝના આ માસૂમ અંદાજને જોઈ ફેન્સ તેમનું હસવાનું રોકી નથી શકતાં. સાથે જ ફેન્સ શહેનાઝના આ વીડિયો પર શાનદાર કોમેન્ટ્સ પણ કરે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી પણ વધારે લાઇક્સ મળી ચુક્યા છે.
શહેનાઝ ગિલને પંજાબની કેટરીના કૈફ પણ કહેવામાં આવે છે. વર્ષ 1993માં અમૃતસરમાં જન્મેલી શહેનાઝ ગિલે પોતાના કરિયરની શરુઆત મોડેલિંગથી કરી હતી. ત્યારબાદ શહેનાઝે ઘણા પંજાબી ગીતોમાં એક્ટ્રેસ તરીકે પણ કામ કર્યુ છે. શહેનાઝ ગુરુ રંધાવા સાથે 'યાહ બેબી', 'ગુરી કે સાથે યારી' અને રણવીત સિંહ સાથે 'લાખ લંહાટા' જેવા વીડિયોમાં કામ કરી ચુકી છે. તેની સાથે શહેનાઝે પંજાબી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જાદૂ વિખેર્યો છે. વર્ષ 2016માં 'મજે દી જટ્ટી' ગીતથી શહેનાઝને પોતાની ઓળખ મળી છે. ત્યારબાદ શહેનાઝ અમુક ગીતો જેવા કે સરપંચ અને બર્બરી જેવા ગીતોમાં પોતાનો અવાજ પણ આપી ચુકી છે.
પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદથી જ શહેનાઝ રિજનલ સ્ટાર બની ચુકી છે. ત્યારબાદ શહેનાઝને બિગ બોસ 13થી નેશનલ લેવલ પર પ્રસિદ્ધિ મળી છે. બિગ બોસમાં શહેનાઝને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. શહેનાઝ અને સિદ્ધાર્થ શુક્લાની જોડીને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર