Home /News /entertainment /સિદ્ધાર્થને યાદ કરી ઈમોશનલ થઈ શહેનાઝ, એવોર્ડ ડેડિકેટ કરીને SidNaaz ના ખોલ્યા આ રાઝ

સિદ્ધાર્થને યાદ કરી ઈમોશનલ થઈ શહેનાઝ, એવોર્ડ ડેડિકેટ કરીને SidNaaz ના ખોલ્યા આ રાઝ

ફોટોઃ @shehnaazgill

Shehnaaz Gill remembers Sidharth Shukla: શહેનાઝ ગિલે દુબઈમાં દુબઈમાં 'ઘ રાઇઝિંગ સ્ટાર'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સમયે તેણે સિદ્ધાર્થ શુક્લાને યાદ કર્યો અને પોતાનો એવોર્ડ તેને સમર્પિત કર્યો હતો.

    મુંબઈઃ શહેનાઝ ગિલ આ દિવસોમાં ઘણી બધી ઈવેન્ટ્સમાં જોવા મળી રહે છે. સલમાન ખાનની સાછે તે જલ્દી ફિલ્મોમાં પણ જોવા મળશે. હાલમાં જ શહેનાઝ ગિલે દુબઈમાં 'ધ રાઇઝિંગ સ્ટાર'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ લીધા બાદ તેણીને સિદ્ધાર્થ શુક્લાની યાદ આવી હતી અને આ એવોર્ડ તેને સમર્પિત કર્યો હતો.

    શહેનાઝ ઈવેન્ટમાં બ્લૂ કલરના ગાઉનમાં જોવા મળી હતી. એવોર્ડ લેતા સમયે શહેનાઝ ખૂબ જ ખુશ જોવા મળી હતી. સાતે જ એક ક્ષણે તે સિદ્ધાર્થને યાદ કરતા ભાવુક પણ થઈ ગઈ હતી. એવોર્ડ લેતા અને સ્પીચ આપતો તેણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચોઃ બૉલીવુડનાં જાણીતા અભિનેત્રીનું નિધન, ભારતનાં પ્રથમ ટીવી ટોક શોનાં હોસ્ટ તરીકે યાદ રહેશે

    સિદ્ધાર્થે મને અહીં સુધી પહોંચાડી છે...


    એવોર્ડ લીધા બાદ શહેનાઝ ગિલે પોતાની સ્પીચ નાની અને ખાસ આપી હતી. પોતાના અંદાજમાં તેણે કહ્યુ, 'હું મારી ફેમિલી, ફ્રેન્ડ્સ, મારી ટીમ કોઈને આ એવોર્ડ ડેડિકેટ નહીં કરું કારણકે આ મારી મહેનત છે, તૂ મેરા હૈ ઔર મેરા હી રહેગા. ઠીક હૈ, સુનો એક ચીઝ ઔર... હું એક માણસનો આભાર માનવા માંગુ છું. થેન્ક યૂ મારી લાઈફમાં આવવા માટે...મારામાં આટલું ઈન્વેસ્ટ કરવા માટે કે આજે હું અહીં સુધી પહોંચી છુ. થેન્ક યૂ સિદ્ધાર્થ શુક્યા. ધિસ ઈઝ ફોર યૂ.'



    આ પણ વાંચોઃ ના હોય! એક જ મહિનામાં ત્રીજા સ્ટેજ પર પહોંચી ગઇ સામંથાની બીમારી, જાણો કેટલી છે ખતરનાક

    જણાવી દઈએ કે 2015માં મ્યૂઝિક વીડિયો દ્વારા શહેનાઝ સૌની સામે આવી હતી. ત્યારબાદ તેણીએ અમુક પંજાબી વીડિયો અને ફિલ્મો પણ કરી. તેના પછી તેણી 'બિગ બોસ 13'માં પહોંચી અને સૌ કોઈનું દિલ જીતી લીધું. આ દરમિયાન જ સિદ્ધાર્થ અને શહેનાઝ એકબીજાની નજીક આવ્યા હતા. સિદ્ધાર્થે 'બિગ બોસ'નું ટાઇટલ જીત્યુ હતું અને તે આગળ શહેનાઝની સાથે લાઇફ સ્પેન્ડ કરવા માંગતા હતા.

    સપ્ટેમ્બર 2021માં હાર્ટ અટેકના કારણે તેનું નિધન થયું હતું.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Shehnaaz gill, Sidharth shukla, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन