Home /News /entertainment /Ghani Syaani: પંજાબની 'કેટરીના' બનશે 'ઘણી સયાણી', MC Square સાથે મચાવશે ધમાલ!
Ghani Syaani: પંજાબની 'કેટરીના' બનશે 'ઘણી સયાણી', MC Square સાથે મચાવશે ધમાલ!
ફોટોઃ @mcsquare7000
શેહનાઝ (Shehnaaz Gill) હવે રૅપર અને હરિયાણવી સેન્સેશન એમસી સ્ક્વાયર (MC Square)ની સાથે મળીને દર્શકોની વચ્ચે ધમાલ કરવા માટે તૈયાર છે. અમુક દિવસો પહેલા જ તેણીએ આ વાતની જાણકારી આપી હતી અને હવે 'ઘણી સયાણી'નું ટીઝર રજૂ કરતા આ વાત જણાવી છે રે નવો મ્યૂઝિક વીડિયો ક્યારે જોવા મળશે.
મુંબઈઃ શેહનાઝ ગિલ (Shehnaaz Gill) હાલ પોતાના ટૉક શોને લઈને ચર્ચામાં છે, જેનું નામ છે 'દેશી વાઇબ્સ વિથ શેહનાઝ'. શેહનાઝના આ શોમાં હાલ આયુષ્માન ખુરાના પહોંચ્યો હતો અને આ એપિસોડ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. બીજી તરફ અભિનેત્રી સલમાન ખાન સાથે પોતાની ડેબ્યૂ ફિલ્મ અને મ્યૂઝિક વીડિયોમાં પણ વ્યસ્ત છે. શેહનાઝ જલ્દી હરિયાણવી રૅપર અને સોશિયલ મીડિયા સેન્સેશન એમસી સ્કાવાયર (MC Sqyare)ના અપકમિંગ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળશે, જેનું નામ છે 'ઘણી સયાણી (Ghani Syaani)'
બિગ બોસ ફેમ શેહનાઝ ગિલ અને રૅપ શો 'હસલ'ના વિનર એમસી સ્ક્વાયરના અપકમિંગ સોન્ગનું ટીઝર સામે આવી ગયું છે. ગીતના ટીઝરમાં બંનેનો સ્ટાઈલિશ અને જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે. ટીઝરના આવતાની સાથે જ હવે શેહનાઝ અને એમસી સ્ક્વાયર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
ટીઝર શેર કરતાની સાથે જે શેહનાઝે લખ્યુ- 'મચ અવેટેડ બંગેર ઘની સયાણીનું ટીઝર રજૂ કર્યુ છે. પૂરો વીડિયો 5 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે જોવા મળશે. શેહનાઝ અને એમસી સ્ક્વાયર એક સાથે જોરદાર ધમાકા માટે તૈયાર થઈ જાઓ.' બીજી તરફ એમસી સ્ક્વાયરે પણ ગીતનું ટીઝર શેર કર્યુ છે અને સાથે પોતાના ગીતનું લુક પણ શેર કર્યુ છે.
બંનેએ આ અઠવાડિયાની શરુઆતમાં પોતાના અપકમિંગ પ્રોજેક્ટનું એલાન કર્યુ હતું. જેના આવતા જ ફેન્સની વચ્ચે બઝ બની ગયો હતો. એમસી સ્કાવાયરે શેહનાઝ ગીલ સાથે પોતાનો સ્ટૂડિયોથી એક ફોટો શેર કર્યો અને લખ્યુ- 'કંઈક જ ઈન્ટરેસ્ટિંગ આવી રહ્યુ છે.' ત્યારબાદ શેહનાઝે પણ પોસ્ટ શેર કરતા આ તરફ ઈશારો કર્યો હતો કે, એમસી સ્ક્વાયર સાથે ધમાલ કરવા જઈ રહી છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર