Home /News /entertainment /આલેલેલે..શહનાઝ ગિલે જાહેરમાં કરી દીધું આવું કામ, તો ફેન્સ બોલ્યા...જોઇ લો VIDEO

આલેલેલે..શહનાઝ ગિલે જાહેરમાં કરી દીધું આવું કામ, તો ફેન્સ બોલ્યા...જોઇ લો VIDEO

શહનાઝ ગિલ

Shehnaaz Gill Video: શહનાઝનો આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોતાની સાથે જ યુઝર્સ નારાજ થઇ ગયા છે અને કમેન્ટસ કરવા લાગ્યા છે.

    મુંબઇ: બિગ બોસ 13 ફેમ શહનાઝ ગિલ હવે ઘરે-ઘરે ફેમસ થઇ ગઇ છે એમ કહીએ તો પણ એમાં ખોટુ નથી. બહુ ઓછા લોકો હશે કે જેઓ શહનાઝને ઓળખતા નહીં હોય. શહનાઝ એની પ્રોફેશનલ લાઇફમાં જ નહીં, પરંતુ પર્સનલ લાઇફને લઇને પણ એટલી ચર્ચામાં રહેતી હોય છે. શહનાઝ રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લીધા પછી ઘણી એવી ચર્ચામાં રહી હતી, જ્યાં સિદ્ધાર્થ શુક્લાની સાથે એનું બોન્ડિંગ ખૂબ પસંદ પડ્યુ હતું. શહનાઝનો માસુમ અંદાજ અનેક લોકોને પસંદ પડ્યો હતો. એટલું જ નહિં શહનાઝ સલમાન ખાનની પણ ફેવરેટ કન્ટેન્ટ બની ગઇ હતી. જો કે હાલમાં શહનાઝ એક વિડીયોને લઇને ઘણી એવી ચર્ચામાં આવી છે.

    શહનાઝનો વીડિયો ચર્ચામાં


    સોશિયલ મિડીયામાં શહનાઝનો એક વિડીયો બહુ ચર્ચામાં છે, જેને લઇને લોકોએ કહીં દીધું કે..હવે શહનાઝ બદલાઇ ગઇ. નેટિજન્સ આ વિડીયો લઇને શહનાઝ એનું દુખ પણ વ્યક્ત કરી રહી છે. શહનાઝનો આ વિડીયો એના ફેન્સને જરા પણ પસંદ પડ્યો નથી. યુઝર્સનું આ વિશે કહેવું છે કે, આ અભિનેત્રી હવે ઘમંડમાં આવી ગઇ છે અને એ પહેલા જેવી રહી નથી.








    View this post on Instagram






    A post shared by instabuzz (@instabuzz09)






    આ પણ વાંચો: મેકઅપ મેને સારાની કમર પકડીને કર્યો 'આવો' ડાન્સ

    શહનાઝનો સ્માર્ટ લુક


    વિડીયોમાં શહનાઝ ગિલ સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે. શહનાઝે સફેદ ક્રોપ ટોપ, સફેદ પેન્ટ અને સફેદ બ્લેઝર પહેર્યુ છે. આ આઉટફિટમાં શહનાઝ મસ્ત લાગી રહી છે. જો કે આ વિશે યુઝર્સે કમેન્ટ કરી છે કે...શહનાઝ હવે બદલાઇ ગઇ છે અને હવે પહેલા જેવી નથી. આ કારણે શહનાઝ હાલમાં ટ્રોલ થઇ રહી છે. જો કે ઘણાં યુઝર્સ તો સતત એના પર ગુસ્સે થઇને નિશાન તાકી રહ્યા છે.

    આ વાયરલ વિડીયોમાં શહનાઝ શૂટિંગના સેટ પરથી બહાર નિકળતી જોવા મળી રહી છે. એ એની વેન તરફ જઇ રહી છે અને બધા એનો ફોટો ક્લિક કરવામાં લાગી ગયા છે. આ વિશે શહનાઝ કહે છે કે, હું પછી ફોટો ક્લિક કરાવીશ કારણકે મને અત્યારે કામ છે.

    આ પણ વાંચો: ટોલિવુડ રિબેલ સ્ટાર ક્રિષ્નમ રાજુનું હૈદરાબાદમાં નિધન

    યુઝર્સ કરી આવી કમેન્ટ્સ


    શહનાઝના આ ટાઇપના જવાબથી યુઝર્સે કમેન્ટમાં લખ્યુ છે કે...ઓહ..કેટલી ઘમંડી થઇ ગઇ છે શહનાઝ, બહુ જ બદલાઇ ગઇ છે. જો કે ઘણાં યુઝર્સ શહનાઝનો પક્ષ પણ લઇ રહ્યા છે અને તેને સપોર્ટ કરી રહ્યા છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Bollywod, Bollywood News in Gujarati, Shehnaaz Gill at siddharth Funeral, Shehnaz Gill, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन