સોનાક્ષીના બચાવમાં ઉતર્યા શત્રુધ્ન સિંહા, Ramayan મામલે આપ્યો 'ખમોશ' કરી દેતો જવાબ

News18 Gujarati
Updated: April 10, 2020, 5:40 PM IST
સોનાક્ષીના બચાવમાં ઉતર્યા શત્રુધ્ન સિંહા, Ramayan મામલે આપ્યો 'ખમોશ' કરી દેતો જવાબ
સોનાક્ષી અને શત્રુધ્ન

"જો રામાયણનો એક સવાલ સોનાક્ષી ના આપી શકી તો તેનો મતલબ તે નથી થતો કે તે એક સારી હિંદુ નથી" - શત્રુધ્ન

  • Share this:
બોલિવૂડમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા (Sonakshi sinha) હાલ તેની ફિલ્મો કે કામના લીધે નહીં પણ રામાયણ વિવાદના કારણે વધુ ચર્ચામાં છે. સોનાક્ષીએ કોન બનેગા કરોડપતિમાં રામાયણમાં લગતા એક સવાલનો જવાબ આપવામાં મુશ્કેલી થઇ હતી. તે પછી દૂરદર્શનમાં ફરીથી રામાયણનો શો શરૂ થતા લોકોએ સોશિયલ મીડિયા પર શત્રુધ્ન સિંહાની પુત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જો કે ટ્રોલર્સના સવાલનો શત્રુધ્ન સિંહે મુંહતોડ જવાબ આપ્યો છે. અને હવે આ વિવાદ વધતા ખમોશ ફેમ શત્રુધ્ન સિંહા પોતે દીકરીના બચાવમાં ઉતર્યા છે.

ઉલ્લેખનીય છે કે શક્તિમાન ફેમ એક્ટર મુકેશ ખન્નાએ પણ હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે રામાયણ અને મહાભારત જેવા શો પાછા આવવાથી સોનાક્ષી સિંહા જેવા લોકોને મદદ મળશે જે પોતાના કલ્ચર અંગે વધુ જાણકારી નથી રાખતા. કેબીસીમાં સોનાક્ષી સિંહાને રામાયણમાં હનુમાન સંજીવની બુટ્ટી ક્યાંથી લાવ્યા હતા તે સવાલ પુછ્યો હતો. જેનો જવાબ સોનાક્ષી આપી નહતી શકી. જે પછી તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ હતી. અને તેમને એક્સપર્ટ એડવાઇઝ લેવી પડી હતી.જો કે હવે પોતાની પુત્રીના બચાવમાં શત્રુધ્ન સિંહાએ હિંદુસ્તાન ટાઇમ્સમાં આપેલી ખબર મુજબ જણાવ્યું છે કહ્યું છે કે - મને લાગે છે કે કેટલાક લોકોને સોનાક્ષીથી પ્રોબલેમ છે. તેણે રામાયણથી જોડાયેલો સવાલ ન આપી શકી તો શું થઇ ગયું. પહેલી વાત કે તે એ કોણે એ વ્યક્તિને રામાયણનો એક્સપર્ટ બનાવ્યો છે. અને કોણે તેને હિંદુ ધર્મનો ગાર્ડિયન બનાવ્યો છે?

વધુમાં સોનાક્ષીએ કહ્યું કે મને મારા ત્રણેય બાળકો પર ગર્વ છે. સોનાક્ષી પોતાનામાં એક સ્ટાર છે. અને મેં તેને તેનું કેરિયર બનાવવામાં મદદ નથી કરી. તે એક તેવી પુત્રી છે જેની પર કોઇ પણ પિતાને ગર્વ થાય. જો રામાયણનો સવાલ સોનાક્ષી ના આપી શકી તો તેનો મતલબ તે નથી થતો કે તે એક સારી હિંદુ નથી. તેને કોઇના પણ સર્ટિફિકેટની જરૂર નથી.
First published: April 10, 2020, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading