Birthday special: આ છે બોલિવૂડની પહેલી 'બિકિની ગર્લ'

  • Share this:
શર્મિલા ટાગોર પોતાના જમાનાની સુંદર અને બોલ્ડ હિરોઈન હતી. તેમણે બોલિવૂડમાં પહેલી વાર બિકિની પોઝ આપીને ખળભળાટ મચાવ્યો હતો. એમના વિશે એવી ઘણી વાતો છે કે જે તમને નહીં કબર હોય. આજે 8 ડિસેમ્બર તમનો જન્મદિવસ પર જાણીએ તેમની અજાણી વાતો.

-શર્મિલાએ વર્ષ 1967માં આવેલી ફિલ્મ 'એન ઈવનિંગ ઈન પેરિસ' બિકિની અને સ્વિમસૂટ પહેર્યા હતા. આ દરમિયાન ફિલ્મના પોસ્ટર દરેક જગ્યાએ છવાયેલા હતા. આ કારણે બિકિની પોસ્ટરને કારણે શર્મિલા ચિંતામાં પણ આવી ગઈ હતી.

- શર્મિલા ટાગોરે સત્યજીત રેની બંગાળી ફિલ્મની સાથે એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1959માં આવેલ 'અપૂર સંસાર' હતી. તેને ડાન્સર બનવું હતું એક્ટિંગ નહીં.



- આ પછી 1964માં શક્તિ સામંતની ફિલ્મ 'ઈન ઈવનિંગ ઈન પેરિસ'માં તે બિકિની પહેરનાર પહેલી ભારતીય એકટ્રેસ માનવામાં આવે છે.

-તેઓ ઘણી સારી ફિલ્મો કર્યા પછી એક્ટિંગને અલવિદા કહેવા માંગતા હતાં. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તે દરેક ફિલ્મ પછી એવું જ વિચારતા કે આ મારી છેલ્લી ફિલ્મ છે હવે હું બીજી ફિલ્મ નહીં કરૂ.

- બોલિવૂડમાં આવ્યાંના 16 વર્ષ પછી તેમને ગુલઝારની ફિલ્મ 'મૌસમ' માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

- શર્મિલાના પિતા રવિન્દ્રનાથ ટાગોરના પૌત્રના પૌત્ર હતાં.

-તેમણે 2004થી 2011 સુધી સેંસર બોર્ડની અધ્યક્ષ રહી ચુકી છે.

-વર્ષ 1965માં શર્મિલા ટાગોરની મુલાકાત નવાબ પટૌડી સાથે થઈ હતી. ચાર વર્ષ સુધી તેઓ સંબંધમાં રહ્યાં પરંતુ શર્મિલાએ આ વાત ક્યારેય કબુલી ન હતી. કહેવાયા છે કે પટૌડી ચાર વર્ષ સુધી શર્મિલાને રોજ જ ગુલાબ અને પત્ર મોકલતા હતાં. આખરે શર્મિલા માની ગઈ ત્યારે એમના પરિવારો આ વાત માનવા તૈયાર ન હતાં. બંન્નેએ ઘણાં મનાવ્યાં પછી પરિવાર માન્યા અને લગ્ન થયાં.
First published: