સંજય કપૂરની દીકરીએ કર્યો જબરદસ્ત બેલી ડાંસ, ધૂમ Viral થઈ રહ્યો Video

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઈન્ટરનેશનલ બેલી ડાંસર સંજના મથુરેજા સાથે તાલથી તાલ મિલાવતી જોવા મળી રહી છે

News18 Gujarati
Updated: October 1, 2019, 5:59 PM IST
સંજય કપૂરની દીકરીએ કર્યો જબરદસ્ત બેલી ડાંસ, ધૂમ Viral થઈ રહ્યો Video
સંજના મથુરેજા સાથે તાલથી તાલ મિલાવતી જોવા મળી રહી છે શનાયા
News18 Gujarati
Updated: October 1, 2019, 5:59 PM IST
બૉલિવુડમાં હાલમાં સ્ટાર કિડ્સની એન્ટ્રીનો સમય ચાલી રહ્યો છે. ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે બૉલિવુડમાં એન્ટ્રી મારી ચુકી છે, તો બીજી તરફ તેની બૅસ્ટ ફ્રૅન્ડ અને શાહરૂખની દીકરી સુહાના ખાન પણ ટુંક સમયમાં એક હોલિવુડની શૉર્ટ ફિલ્મમાં જોવા મળશે. આ બંને સાથે ત્રીજી ફ્રેન્ડ પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં જ છે. અમે વાત કરી રહ્યા છીએ સંજય કપૂરની દીકરી શનાયા કપૂરની, જેનો એક બેલી ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી શનાયાને હંમેશા ડાંસ ક્લાસ બહાર સ્પૉટ કરવામાં આવે છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઈન્ટરનેશનલ બેલી ડાંસર સંજના મથુરેજા સાથે તાલથી તાલ મિલાવતી જોવા મળી રહી છે. શનાયાના વીડિયોથી સ્પષ્ટ છે કે, તે આ ડાંસ માટે ખુબ પ્રેક્ટિસ કરી રહી છે. આ વીડિયો સંજનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તમે પણ જુઓ શનાયા કપૂરનો આ વીડિયો.
 

Loading...
View this post on Instagram
 

Love for drum solos !!! @shanayakapoor02 #bellydance #dance #music #bellydancing #turkish #artofbellydancewithsanjana #sanjanamuthreja #shanayakapoor Music: Harem #yasarakpence


A post shared by Sanjana Muthreja (@sanjanamuthreja) on


તમને જણાવી દઈએ કે, શનાયા એક્ટર સંજય કપૂર અને માહીપ કપૂરની દીકરી છે. શનાયા, અનન્યા અને સુહાના ત્રણે બૅસ્ટ ફ્રૅન્ડ્સ છે. તમને જણાવી દઈએ કે, શનાયાએ પણ બૉલિવુડમાં આવવાની તૈયારી કરી લીધી છે. તે પોતાની કઝિન જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ 'ગુંજન સક્સેના'માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર બની છે. આ ફિલ્મ 13 માર્ચે રીલિઝ થઈ રહી છે.
First published: October 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...