રાજકુમાર હિરાનીની ફિલ્મમાં નજરે પડશે 'કિંગ ખાન', ઓગસ્ટમાં શરૂ થશે શૂટિંગ

News18 Gujarati
Updated: February 27, 2020, 12:39 PM IST
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં નજરે પડશે 'કિંગ ખાન', ઓગસ્ટમાં શરૂ થશે શૂટિંગ
શાહરૂખ અને રાજકુમાર હિરાની

આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ 2020માં શરૂ થશે.

  • Share this:
બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh khan) હવે ફરી ક્યારે રૂપેરી પડદે દેખાશે તેમ એમ વિચારતા હોવ તો આ સમાચાર માટે તમારા માટે છે. શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. શાહરૂખ ખાને ડાયરેક્ટર રાજકુમાર હિરાની (Rajkumar Hirani) સાથે આવનારી ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે. રાજકુમાર હિરાની આ પહેલા મુન્નાભાઇ એમબીબીએસ, પીકે, સંજૂ અને 3 ઇડિયટ્સ જેવી ધમાકેદાર ફિલ્મો કરી ચૂક્યા છે.

જીરોના ફ્લોપ થવા પછી બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાને આ પછી હજી કોઇ ફિલ્મ કરવાની જાહેરાત નથી કરી. કેટલીક રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે શાહરૂખ ખાન પાસે 2-3 ફિલ્મો છે. જો વિષે તે કંઇ જણાવી નથી રહ્યા. સ્પોર્ટબોયની ખબર મુજબ પોતાની નવી ફિલ્મ માટે રાજકુમાર હિરાનીએ શાહરૂખ ખાન સાથે હાથ મેળવ્યા છે. અને ફિલ્મને રેડ ચિલીઝ પ્રોડ્યૂસ કરશે. રાજકુમાર હિરાનીની આ પહેલી ફિલ્મ હશે જે વિદૂ વિનોદ ચોપડાના બેનરની બહાર બનશે.

આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ 2020માં શરૂ થશે. ફિલ્મની શૂટિંગનો લોકેશન પણ હજી ડિસાઇડ નથી કરવામાં આવ્યું. ખબરો મુજબ આ ફિલ્મનું શૂટિંગ લંડન, ગુજરાત અને કર્ણાટકમાં થશે. જો કે આ ફિલ્મના ફિમેલ સ્ટારકાસ્ટ પર હજી ફાઇન કંઇ થયું નથી. માનવામાં આવે છે કે કરીના કપૂર અને કાજોલ આ ફિલ્મમાં લીડ રોલ કરી શકે છે. મીટૂમાં હિરાનીનું નામ આવ્યા પછી વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાની અલગ થઇ ગયા હતા. એક લડકી કો દેખા તો એસા લગા તે વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાનીની છેલ્લી ફિલ્મ હતી જેમાં તેમણે સાથે કામ કર્યું હતું. રસપ્રદ વાત તો એ છે કે રાજકુમાર હિરાનીએ પોતાની ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસ માટે પહેલા શાહરૂખ ખાનને અપ્રોચ કર્યો હતો. પણ તેમણે ના પાડી હતી. તે પછી તેમને 3 ઇડિયટ્સ માટે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પણ વાત નહતી બની.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर