EXCLUSIVE: જ્યારે શાહરૂખ થયો હતો રિજેક્ટ, કટરીનાને કોરિયોગ્રાફરે કહી દીધુ હતું 'Zero'

News18 Gujarati
Updated: December 19, 2018, 5:08 PM IST
EXCLUSIVE: જ્યારે શાહરૂખ થયો હતો રિજેક્ટ, કટરીનાને કોરિયોગ્રાફરે કહી દીધુ હતું 'Zero'
શાહરૂખ, કટરીના અને અનુસ્કા સાથે સુશાન્ત

શાહરૂખ ખાન, કટરીના કૈફ અને અનુષ્કા શર્માની તીકડી ફરી એક વખત સામે આવવાની છે

  • Share this:
સુશાન્ત મોહન

શાહરૂખ ખાન, કટરીના કૈફ અને અનુષ્કા શર્માની તીકડી ફરી એક વખત સામે આવવાની છે, પોતાની નવી ફિલ્મ 'Zero' સાથે. એક ઠીંગણો વ્યક્તિ, એક દિવ્યાંગ યુવતી અને એક સુપર સ્ટારના સપના અને તેમની જિંદગીની તકલીફોની આ કહાનીમાં મોટાભાગના લોકોની સચ્ચાઈ છુપાયેલી છે, અને આ દરેક એ વ્યક્તિની કહાની છે, જેને જિંદગીમાં 'Zero' જાહેર કરી દેવામાં આવ્યા હતા.

ન્યૂઝ18 સાતે થયેલી એક ખાસ મુલાકાતમાં શાહરૂખ ખાને જણાવ્યું કે, તે જ્યારે એક્ટિંગનું સપનું લઈ મુંબઈમાં આવ્યો, તો તેને ઘણી બધી વસ્તુ નહોતી આવડતી. તેને ના ઘોડેસવારી આવડે, કે ન તે બીજા હીરોની જેમ બોડીબિલ્ડર હતો. એક સમયે નિર્માતાઓએ તેને સલાહ આપી કે, તે પાછો જતો રહે. પરંતુ શાહરૂખે પોતાની કોશિસ ચાલુ રાખી અને સાબિત કર્યું કે તે 'Zero' નથી.

બોલીવુડની બોમ્બશેલ એક્ટ્રેસ કટરીનાએ કહ્યું કે, તે પોતાની જિંદગીનો એ દિવસ નથી ભુલી શકતી, જ્યારે દક્ષિણ ભારતના જાણીતા કોરિયોગ્રાફર રાજુ સુંદરમે તેને ભરેલા સ્ટેજ પર તેની 'Zero' જાહેર કરી હતી.



રાજૂ, પ્રભૂદેવાના ભાઈ છે અને તેમને ખુબ સ્ટ્રીક્ટ કોરિયોગ્રાફર માનવામાં આવે છે. રાજૂએ આ ફિલ્મના ગીત દરમ્યાન સ્ટેપ સારી રીતે ન કરવાના કારણે કટરીનાને 'Zero' જાહેર કરી દીધી હતી. જોકે, આજે રાજૂ અને કટરીના સારા મિત્ર છે. પરંતુ, ત્યારે કટરીના માટે તે ખુબ આઘાત જનક હતું.ફિલ્મ 'Zero'ની કહાની પણ આવા જ અનેક કીસ્સાઓ સાથે જોડાયેલી છે. કેટલાએ એવા મોડ આવે છે, જ્યારે આપણને લાગે છે કે, આપણે 'Zero' છીએ પરંતુ લગન હોય, કોશિસ હોય તો 'Zero' ક્યારે હીરો બની જાય છે, તેની ખબર પણ નથી પડતી.

આ ઈન્ટરવ્યૂ દરમ્યાન શાહરૂખ અને કટરીનાએ ન્યૂઝ18 સાથે મજેદાર રમત પણ રમી અને કેટલાક રાજ પણ ખોલ્યા, જે તમે ક્યારે નહી સાંભળ્યા હોય. જેમ કે શાહરૂખે જણાવ્યું કે, તે બાથરૂમ સિંગર છે અને આ બાજુ કટરીનાએ જણાવ્યું કે, તે હિન્દી બોલવામાં એકદમ એક્સપર્ટ છે, પરંતુ બોલવાથી ડરે છે.
First published: December 19, 2018, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading