બોલિવૂડ સેલેબ્સના બાળકો હંમેશા ચર્ચાનું કારણ રહેતા હોય છે. બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન (Suhana Khan) આવી જ એક ચર્ચિત સ્ટાર પુત્રીમાંથી એક છે. ફિલ્મોથી દૂર રહીને પણ ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી સુહાના મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે. અને સોશિયલ મીડિયા પર (Social Media) પર જેટલો પ્રેમ કોઇ બોલિવૂડ સેલેબ્રિટીની મળે છે તેટલો જ પ્રેમ તેને પણ મળે છે. સાથે જ તેણે હેટ કોમેન્ટ પણ હોય છે. જે તેના રંગ, કપડા, ફિગર જેવા મુદ્દા પર કૉમેન્ટ કરતા રહે છે.
જો કે શાહરૂખ ખાનની પુત્ર જોડે હાલમાં જ તેના સ્ક્રીન કલરને લઇને કંઇ તેવું થયું જેના કારણે ટ્રોલ કરવામાં આવી. પણ સુહાના ખાને આવા જ કેટલાક લોકોનું મોં ખાલી એક વાત કહીને બંધ કહી દીધું છે.
સુહાના ખાન (Suhana Khan)એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તેના સ્ક્રીન કલરને લઇને મજાક ઉડાવવા મામલે લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર શેર કરી છે. અને સાથે જ કેટલીક કૉમેન્ટની તસવીરો પણ શેર કરી છે.
સુહાના કહ્યું કે હાલ તેવું ધણું બધુ ચાલી રહ્યું છે જેને ઠીક કરવાની તાતી જરૂર છે. આ ખાલી મારા વિષે નથી મારા જેવા અનેક યુવાન યુવક/યુવતીઓ અકારણે હીન ભાવનાનો શિકાર થઇ રહ્યા છે. જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે લોકો મને કહ્યું કે મારી સ્કીન કલરના કારણે હું સુંદર નથી દેખાતી. આ ટિપ્પણીઓ ભારતના લોકો જ કરે છે. જ્યારે આપણે તમામ ભારતીયો મુખ્ય રૂપે બ્રાઉન રંગના જ હોઇએ છીએ.
તમે મેલેનિનથી પોતાને દૂર રાખવાનો કેટલાય પ્રયાસ કરો પણ તમે તેવું નથી કરી શકતા. પોતાના જ લોકોથી નફરત કરવાનો મતલબ છે કે તમે દુખી છો. મને માફ કરશો પણ સોશિયલ મીડિયા, ઇન્ડિયન મેચમેકિંગ કે તમારી પોતાની ફેમીલી તમને કહે કે તમે 5-7 ઇંચ હાઇટ નથી કે તમે ગૌરવર્ણ નથી તો તમે સપંદર નથી તો તે અયોગ્ય છે. તમને જણાવી દઉં કે હું 5-3 ઇંચ હાઇટ અને બ્રાઉન રંગ ધરાવું છે અને હું આ મામલે ખૂબ જ ખુશ છું. અને તમારે પણ હોવું જોઇએ.
સાથે જ તેમણે કેટલા સ્ક્રીન શોર્ટસ શેર કર્યા છે જેમાં કહ્યું છે કે આ તે લોકો માટે છે જે હિંદી નથી બોલતા. હું તેમને જણાવી દઉં કે કાળાને અંગ્રેજીમાં બ્લેક કહેવાય છે. અને કાળી તે મહિલાને કહેવામાં આવે છે જેની ડાર્ક સ્કીન હોય
Published by:Chaitali Shukla
First published:September 30, 2020, 11:50 am