Home /News /entertainment /શાહરુખ નહીં, તેના બૉડિગાર્ડ રવિસિંહને કસ્ટમ અધિકારીએ મુંબઈ એરપોર્ટ પર રોક્યો હતો

શાહરુખ નહીં, તેના બૉડિગાર્ડ રવિસિંહને કસ્ટમ અધિકારીએ મુંબઈ એરપોર્ટ પર રોક્યો હતો

ફોટોઃ @iamsrk

શાહરુખ ખાનને લઈને એવી ખબર સામે આવી હતી કે, એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રોક્યો હતો અને તેણે દંડ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો. જોકે, હવે સાફ થઈ ગયું છે કે કસ્ટમ અધિકારીઓએ શાહરુખ ખાનને નહીં પણ તેના બૉડીગાર્ડ રવિ સિંહને રોકવામાં આવ્યો હતો અને દંડ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    મુંબઈઃ એક દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવી માહિતી મળી હતી કે, શાહરુખ ખાનને દુબઈથી પાછા ફરતા સમયે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રોક્યો હતો. તેના પર આરોપ લાગ્યો હતો કે તેણે લગ્ઝકી ઘડિયાળોના મોંઘા કવર અને પોતાના લગેજમાં માર્ક નહતા કરાવ્યા. કસ્ટમ અધિકારીઓ દ્વારા પકડ્યા બાદ તેણે તેની ડ્યુટી ચુકવી અને એરપોર્ટથી નીકળી ગયો. જોકે, તેનાથી હકીકત કંઈક બીજી જ સામે આવી છે. હકીકતમાં, કસ્ટમ અધિકારીઓએ શાહરુખને નહીં તેના બૉડીગાર્ડ રવિ સિંહને રોક્યો હતો.

    એક વરિષ્ઠ કસ્ટમ અધિકારીએ કહ્યુ કે, મીડિયામાં શાહરુખ ખાનને લઈને જે પણ ખબર ચાલી રહી છે તે તથ્યાત્મક રુપે ખોટું છે. શાહરુખ પર કોઈ દંડ નથી લાગ્યો અને ના તો તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, શાહરુખ ખાન નહીં પણ તેના બોડીગાર્ડ રવિ સિંહ પાસેથી કસ્ટમ અધિકારીએ દંડ વસુલ્યો હતો.

    આ પણ વાંચોઃ બિપાસા બસુ અને કરણ સિંહ ગ્રોવર બન્યા પેરેન્ટ્સ, અભિનેત્રીએ બેબી ગર્લને આપ્યો જન્મ

    આ ઘટના વિશે વિસ્તારમાં જણાવતા કસ્ટમ અધિકારીએ ઈટાઇમ્સને જણાવ્યુ, "શાહરુખ ખાન અને તેની ટીમ બપોરે આશરે 12:30 વાગ્યે જીએ ટર્મિનલ પહોંચ્યા. આ ટર્મિનલમાં કસ્ટમ ડ્યુટી વિશે કોઈ અલગ વર્ગીકરણ નથી. તેથી ટીમ 6-7 બેગ લઈ જઈ રહ્યો છે, જેની સિક્યોરિટી સ્ટાફે તપાસ કરી હતી અને તેની પાસે કેટલીક વૉચ વાઇન્ડર (લગ્ઝરી ઘડિયાળનું કવર) અને એક એપ્પલની ઘડિયાળ હતી."

    આ પણ વાંચોઃ Drishyam 2ની સીધી-સાદી એક્ટ્રેસે લગાવ્યો બોલ્ડનેસનો તડકો, ફોટો જોઈ ફેન્સનો છૂટી ગયો પરસેવો

    17.86 લાખનો મોંઘો સામાન


    અધિકારીએ જણાવ્યુ, "રવિ સિંહની પાસે આ વસ્તુઓનું બિલ નહતું. જોકે, તેણે જણાવ્યુ કે આ તેને ગિફ્ટમાં મળી છે. અમે ઈન્ટરનેટ પર આ વસ્તુઓની કિંમત જોઈ તકો અમે જોયું કે આ તમામ મળીને 17.86 લાખ રુપિયાનો સામાન હતો. રવિ સિંહે એરપોર્ટ પર કસ્ટમ ડ્યુટીના રીતે 6.88 લાખ રુપિયા આપવાનું કહેવામાં આવ્યુ. ચુકવણી બાદ તે એરપોર્ટથી રવાના થયાં."
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainemt News, બોલીવુડ, મનોરંજન, શાહરુખ ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन