શાહિદ કપૂર (Shahid Kapoor) અને તેમની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) હાલમાં જ એક તેવી મોટી ભૂલ કરી છે જેની સજા હવે જીમવાળાને ભોગવવાનો વારો આવ્યો છે. થોડા સમય પહેલા શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂતને એક જીમની બહાર નીકળતા જોવામાં આવ્યા હતા. જો કે આ તસવીરો સોશિયલ મીડિયા પર આવવાથી જીમવાળાનું આવી બન્યું છે!
ગત રવિવારે શાહિદ કપૂર અને મીરા રાજપૂત જીમની બહાર નજરે પડ્યા હતા. જો કે કોરોના વાયરસ (Coronavirus) ના કારણે સરકારે શહેરના તમામ જીમ, સ્વીમિંગ પૂલ, થિયેટર, ક્લબને બંધ કરી દીધી છે. મુંબઇ મિરરમાં છપાયેલી ખબર મુજબ શાહિદ જીમના વીઆઇપી એરિયામાં વર્કઆઉટ કરતા નજરે પડ્યા હતા. તો મીરા વીઆઇપી અને જનરલ એરિયામાં ફરી રહી હતી. વળી થોડા સમય પછી આ જોડી બીજા ગેટથી બહાર પણ નીકળ્યા હતા.
રિપોર્ટ પર એચ વેસ્ટ વોર્ડના આસિસ્ટેંટ કમિશ્નર વિનાયક વિસ્પુતે હવાલેથી કહેવામાં આવ્યું કે કોરોના કહેર પછી પણ કેમ આ જીમને ખુલ્લુ રાખવામાં આવ્યું છે શું જીમ રાજ્ય સરકારની ગાઇડલાઇનની અવગણના કરે છે. આ હેઠળ સંબંધિત ધારા હેઠળ હવે અહીં કાર્યવાહી કરવામાં આવશે. જે હેઠળ જીમનું લાયસન્સ પર રદ્દ થઇ શકે છે. આસિસ્ટેંટ કમિશ્નરે જણાવ્યું કે બીએમસીએ શાહિદ અને જીમ માલિક બંનેએ પબ્લિક સેફ્ટ સામે ખતરા સમાન કામ કર્યું છે.
જો કે આ પછી એટીગ્રેવિટી ક્લબના માલિકે જણાવ્યું કે જીમ સંપૂર્ણ પણે બંધ જ હતું. અને શાહિદ અને મીરા રવિવારે ખાલી એક સારા મિત્ર હોવાના કારણે અહીં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શાહિદ હાલ તેમની આવનારી ફિલ્મ જર્સીને લઇને વ્યસ્ત છે. પણ કોરોના વાયરસના કારણે હાલ તેમની ફિલ્મની શૂટિંગને અટકાવવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર