Home /News /entertainment /આર્યનના ડેબ્યૂ પર શાહરુખ ખાને કરી જોરદાર કોમેન્ટ, જાણો કેમ લખ્યુ- 'સારુ રહેશે બપોરે શિફ્ટ રાખો'
આર્યનના ડેબ્યૂ પર શાહરુખ ખાને કરી જોરદાર કોમેન્ટ, જાણો કેમ લખ્યુ- 'સારુ રહેશે બપોરે શિફ્ટ રાખો'
ફોટોઃ @___aryan___
Verified
દીકરી સુહાના ખાન (Suhana Khan) બાદ શાહરુખ ખાન (Shah Rukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan) પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. દીકરાને મમ્મી-પપ્પાએ આશિર્વાદ આપતા તેનો આત્મવિશ્વાસ વધાર્યો છે, પરંતુ શાહરુખે કંઈક એવું કહ્યુ જેનાથી તેનો દીકરો પણ હેરાન રહી ગયો.
મુંબઈઃ શાહરુખ ખાનનો દીકરા આર્યન ખાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવા જઈ રહી છે, પરંતુ તે હીરો તરીકે નહીં પણ સ્ક્રિપ્ટ રાઈટર તરીકે જોડાવા જઈ રહી છે. આર્યને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે કે તે પોતાના પહેલા પ્રોજેક્ટ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે. પોતાના દીકરાની આ પોસ્ટ પર શાહરુખની મજેદાર કોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બોલિવૂડના પ્રખ્યાત એક્ટર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાને પણ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવાનો નિર્ણય કરી લીધો છે. પરંતુ પોતાના પપ્પાની શૈલી પર હિરો નહીં પણ ડિરેક્ટરમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તે પણ શાહરુખના પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ આ કામ કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આર્યને એક ક્લિપ બોર્ડ શેર કર્યો છે અને કહ્યુ છે કે તે પોતાની સ્ક્રિપ્ટનું કામ પૂરુ કરી ચુક્યા છે. રેડ ચિલીઝનું ક્લેપ બોર્ડ ટેબલ પર રાખવામાં આવ્યુ છે.
આર્યન ખાનની આ પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સની કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. વળી શાહરુખ ખાને લખ્યુ 'વૉવ..વિચારી રહ્યા છો...વિશ્વાસ કરી રહ્યા છો...સપના પૂરા થશે બસ હિંમત રાખો. પહેલા પ્રોજેક્ટ માટે મારી દુવાઓ તમારી સાથે છે. આ હંમેશા સ્પેશ્યલ હોય છે' પોતાના પિતાની આ આશીર્વાદભેર કોમેન્ટ પર આર્યનને રિપ્લાઈ કરતા લખ્યુ 'થેન્ક યૂ! સેટ પર તમારુ અચાનક આવવાની રાહ છે.' તો પોતાની ત્વરિત જવાબ માટે પ્રખ્યાત શાહરુખને રિપ્લાઈ કરતા સમયે લખ્યુ 'સારુ રહેશે કે બપોરની શિફ્ટ રાખો! સવારે જલ્દી નહીં.'
વળી, માતા ગૌરી ખાને હાર્ટ ઈમોજી સાથે લખ્યુ, 'જોવા માટે આતુરતાથી રાહ છે.' શાહરુખ ખાન અને ગૌરી ખાન સિવાય તેના ઈન્ડસ્ટ્રી માટે ફ્રેન્ડસ પણ સતત આર્યનને દુવાઓ અને શુભકામનાઓ આપી રહ્યા છે.
સુહાના ખાન પણ કરી રહી છે બોલિવૂડમાં ડેબ્યૂ
જણાવી દઈએ કે, દીકરી સુહાના ખાન પણ બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઝોયા અખ્તરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ધ ચાર્જિસ'થી સુહાના એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહી છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર