ગીત ગાતાં મસ્તીમાં ઝૂમી રહી હતી સુહાના, કોઈએ ચૂપચાપ ઉતાર્યો વીડિયો

News18 Gujarati
Updated: May 3, 2020, 2:59 PM IST
ગીત ગાતાં મસ્તીમાં ઝૂમી રહી હતી સુહાના, કોઈએ ચૂપચાપ ઉતાર્યો વીડિયો
સુહાના ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો જેમાં તે ગીત ગાતી જોવા મળી રહી છે

સુહાના ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો જેમાં તે ગીત ગાતી જોવા મળી રહી છે

  • Share this:
મુંબઈઃ બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) પોતાની શાનદાર એક્ટિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે. ખાસ કરીને યુવાઓમાં તેની દીવાનગીનો અલગ જ ક્રેઝ જોવા મળે છે. પરંતુ, તેની દીકરી સુહાના ખાન (Suhana Khan) પણ કોઈ સ્ટારથી ઉતરતી નથી. ભલે સુહાના ખાને હજુ સુધી બોલિવૂડ (Bollywood)માં એન્ટ્રી નથી મારી, પરંતુ તેમ છતાંય લાખોની સંખ્યામાં સુહાના ફોલોઅર્સ છે. પ્રશંસકોને મામલે સુહાના મોટા-મોટા સ્ટાર્સને પણ ટક્કર આપે છે. તેનો કોઈ ફોટો કે વીડિયો જેવો સામે આવે છે, તો થોડીક વારમાં સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. આ દરમિયાન સુહાના ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગીત ગાતી જોવા મળી રહી છે.

વીડિયોમાં સુહાના ખાન ઘણી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છ અને એમિનૈમ (Eminem)નું ગીત ગાઈ રહી છે. તેની બાજુમાં બેસેલી તેની ફ્રેન્ડ તેનો વીડિયો ઉતારી રહી છે. સોશિયલ મીડિયા પર સુહાના (Suhana Khan)નો આ વીડિયો ખૂબ વાયરલ (Suhana Khan Viral Video) થઈ રહ્યો છે અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જોકે, આવું પહેલીવાર નથી થયું જ્યારે સુહાના પોતાના કોઈ વીડિયો કે ફોટોને કારણે આ પ્રકારે ચર્ચામાં આવી હોય. તે અનેકવાર પોતાના વીડિયો અને ફોટોથી ખૂબ ચર્ચામાં રહે છે.
 View this post on Instagram
 

Fun mode #suhanakhan


A post shared by Bollyhollix (@bollyhollix) on

આ પણ વાંચો, મરતાં પહેલા પાકિસ્તાન જોવા માંગતા હતા ઋષિ કપૂર, કહેતા હતા- કાશ્મીરનો દેવાદાર રહીશ

નોંધનીય છે કે, હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે. તે કરણ જૌહર (Karan Johar)ના પ્રોડક્શનમાં બનનારી કોઈ ફિલ્મમાં જોવા મળી શકે છે. પરંતુ ત્યારબાદ ખુદ કરણ જૌહરે આ વાતથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો કે હાલ સુહાનાની સાથે તે કોઈ ફિલ્મ નથી કરી રહ્યા. બીજી તરફ સુહાનાના પ્રશંસકો છે જે ઘણા સમયથી તેના બોલિવૂડ ડેબ્યૂ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો, સલમાન ખાન અને ઋષિ કપૂરની વચ્ચે હતી કૉલ્ડ વૉર, તેથી કહ્યું- ‘કહા સુના માફ ચિંટૂ સર’

 
First published: May 3, 2020, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading