'બાગબાન' ફિલ્મના પટકથા લેખક શફીક અંસારીનું નિધન, ઓશિવારા કબ્રસ્તાનમાં થશે સુપુર્દ-એ-ખાક

શફીક અંસારીનું નિધન

શફીક અંસારીના નિધન (Shafeeq Ansari Death)ના સમાચાર સામે આવતા બોલિવૂડમાં શોકની લહેર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને મુંબઈના ઓશિવારા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે

 • Share this:
  'બાગબાન' (baghban)ના પટકથા લેખક શફીક અંસારીનું (Shafeeq Ansari) આજે નિધન થયું છે. તેમણે આજે સવારે (3 નવેમ્બર) મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના પુત્ર મોહસીન અન્સારીએ પિતાના નિધનના દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. શફીક અંસારીએ (Shafeeq Ansari Death) વર્ષ 1974માં પટકથા લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના નિધનના સમાચાર સામે આવતા બોલિવૂડમાં શોકની લહેર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને મુંબઈના ઓશિવારા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

  શફીક અંસારીનું નિધન (Shafeeq Ansari Death) 84 વર્ષની વયે થયું છે. શફીક મુંબઈના અંધેરી વિસ્તારમાં અંસારી પરિવાર સાથે રહેતા હતા. શફીક અંસારીએ 'બાગબાન' સહિત ઘણી ફિલ્મો માટે પટકથા લખી છે. તેમણે વર્ષ 1974માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મ 'દોસ્ત'ની પણ સ્ક્રિપ્ટ લખી હતી.

  અભિનેતા ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હાએ ફિલ્મ 'દોસ્ત'માં સાથે કામ કર્યું હતું. આ પછી, તેમણે વર્ષ 1990માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ 'દિલ કા હીરા' અને પછી ફિલ્મ 'ઇઝ્ઝતદાર' માટે સ્ક્રિપ્ટ લખી. આ પછી, તેણે ફિલ્મ 'પ્યાર હુઆ ચોરી-ચોરી'ની સ્ક્રિપ્ટ લખી, જેમાં તેમણે મિથુન અને દક્ષિણ ભારતીય અભિનેતા ગૌતમી માટે પણ સ્ક્રિપ્ટ લખી.

  આ પણ વાંચોPuneeth Rajkumar લોકો માટે કેમ હતા ખાસ? જુઓ ગરીબો માટે સ્કૂલોથી લઈ કર્યા અનેક ઉમદા કામ

  વર્ષ 2003માં તેમણે ફિલ્મ નિર્માતા બીઆર ચોપરા સાથે ફિલ્મ 'બાગબાન' માટે સંવાદો અને સ્ક્રિપ્ટ લખી હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. આ ફિલ્મ સુપર ડુપર હિટ રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, સલમાન ખાન, મહિમા ચૌધરી સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
  Published by:kiran mehta
  First published: