Video : સારા અલી ખાન પહોંચી ગંગા ઘાટ, મા અમૃતા સાથે કરી ગંગા આરતી

Video : સારા અલી ખાન પહોંચી ગંગા ઘાટ, મા અમૃતા સાથે કરી ગંગા આરતી
મા અમૃતા સાથે સારા અલી ખાન

સારા અલી ખાન અને તેની માતાની ગંગા આરતી તસવીરો થઇ વાયરલ

  • Share this:
    સારા અલી ખાન (Sara Ali Khan) હાલ તેની ફિલ્મ અતરંગી રેના શૂટિંગમાં વ્યસ્ત છે. પણ શૂટિંગ વચ્ચે પણ તે વારાણસી (Varanasi)માં ફરવા માટે સમય નીકાળી રહી છે. અને તેના આ પ્રવાસના વીડિયો અને ફોટો તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહી છે. લગભગ એક સપ્તાહથી સારા વારાણસી અને ચંદૌલીમાં પોતાની ફિલ્મ અતરંગી રેની શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તે બીજા વાર પોતાની મા અમૃતા સાથે ગંગા ઘાટ પહોંચીને ગંગા આરતી કરી હતી. જેની કેટલીક તસવીરો અને વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.

    દશાશ્વમેઘ ઘાટ પર થનારી માં ગંગાની આરતીમાં એક મહિનામાં બીજી વાર સારા અલી ખાન પહોંચી હચી. અહીં સારા અને અમૃતાએ વૈદિક રીતી રિવાજથી માં ભગવતીનું પૂજન કર્યું હતું. ગંગા આરતી પછી તેમને મોમેન્ટો પણ ભેટ કરવામાં આવ્યો. ગંગા આરતી દરમિયાન સારા ભક્તિમાં લીન જોવા મળી હતી.





    મંત્રોચ્ચાર વચ્ચે તે તાળી બજાવીને હાથ જોડીને માં ગંગાની સ્તૃતિત કરતી નજરે પડી હતી. આ દરમિયાન સારા અલી ખાન લાઇટ ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો અને સામાન્ય શ્રદ્ધાળુની જેમ ભીડની વચ્ચે બેઠી હતી.

    ગંગા આરતી પછી સારા વિશ્વનાથ ગલીઓમાં ફરતી નજરે પડી હતી. અહીં તેણે દુકાનોમાં મળતી વસ્તુઓ વિષે જણાવ્યું હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં સારાએ કહ્યું હતું કે નમસ્તે દર્શકો બનારસની ગલીઓમાં ખૂબ જ સસ્તામાં તમે ધણું ખરીદી શકો છો. બનારસ એક તેવી જગ્યા છે જ્યાં કોઇ પણ રોકાઇ શકે છે. વિશ્વનાથ ગલીઓમાં સારાએ એક રિપોર્ટરની જેમ દુકાનોમાં ફરી તમામ જાણકારી રસપ્રદ રીતે આપી હતી.

    તમને જણાવી દઇએ કે સારા અલી ખાન 9 માર્ચે વારાણસી પહોંચી હતી. અને બનારસ પહોંચીને તે સાંજે ગંગા આરતીમાં નજરે પડી હતી. સારાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
    Published by:News18 Gujarati
    First published:March 16, 2020, 11:07 am

    ટૉપ ન્યૂઝ