Home /News /entertainment /VIDEO:મુંબઈના ટ્રાફિકે સારાના કર્યા આવા હાલ, લોકલ ટ્રેનની ભીડમાં ફેન્સ સાથે શેર કર્યુ 'દર્દ'

VIDEO:મુંબઈના ટ્રાફિકે સારાના કર્યા આવા હાલ, લોકલ ટ્રેનની ભીડમાં ફેન્સ સાથે શેર કર્યુ 'દર્દ'

ફોટોઃ @saraalikhan95

સારા અલી ખાન પોતાના મસ્તીભર્યા અંદાજથી લાખો ફેન્સ બનાવવામાં કામિયાબ રહી છે. હાલમાં અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણી પોતાની ટીમ સાથે મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરતી જોવા મળી રહી છે. આ સાથે તેણીએ વીડિયો રેકોર્ડ કરીને ફેન્સ સાથે શેર કર્યો છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં દર્શકોના દિલમાં રાજ કરી લીધું છે. સારાએ 2018માં ડેબ્યૂ કર્યુ હતું અને આજે તેણી ઈન્ડસ્ટ્રી તેમજ દેશનું પ્રખ્યાત નામ બની ગઈ છે. તેનું એક કારણ અભિનેત્રીનું સાદગી ભર્યુ અને ચુલબુલો અંદાજ પણ છે. પટૌદી ખાનદાનની હોવા છતા તેણી ઘણીવાર સિમ્પલ અંદાજમાં જોવા મળી છે. સારા એ ખૂબ જ સારી રીતે જાણે છે કે ફેન્સના દિલ અને સોશિયલ મીડિયા પર કેવી રીતે રાજ કરવું. જ્યારે પણ તેણી ઈન્સ્ટાગ્રામ પર કોઈ નવો વીડિયો કે તસવીર શેર કરે છે, ત્યારે તેણીના ફેન્સ અને ફોલોઅર્સ ખુશ થઈ જાય છે. હાલમાં એકવાર ફરી સારાએ આવો વીડિયો અપલોડ કર્યો છે.

    સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણી મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરતી જોવા મળી રહી છે. વીડિયોની શરુઆતમાં સારે ફેન્સ અને ફોલોવર્સને જણાવે છે કે તેણી પોતાના મિત્રો સાથે લોકલ ટ્રેનમાં યાત્રા કરી રહી છે. ત્યારબાદ અભિનેત્રીએ પોતાના 'નમસ્તે દર્શકો'વાળા ફેમસ અંદાજ સાથે મનોરંજનનો ડોઝ એડ કરી દીધો હતો.

    આ પણ વાંચોઃ સોનમ કપૂરે ભાઈ હર્ષવર્ધન સાથે શેર કરી દીકરાની ફોટો, કહ્યુ- દુનિયાના બેસ્ટ મામા...

    વીડિયોમાં સારા પોતાના શાનદાર અંદાજમાં કહે છે- 'નમસ્તે દર્શકો, જેમકે તમે જોઈ શકો છો કે અમે લોકો લોકલ ટ્રેનમાં છીએ. કારણકે હાલ ટ્રાફિકે અમને ગાંડા કરી દીધા છે. તેથી અમે આ કમર દર્દને સહન કરી રહ્યા છીએ. કારણકે દર્દ નહીં તો લાભ નહીં. ત્યારબાદ અમે રિક્ષા કરીશું, ત્યાં સુધી નમસ્તે દર્શકો.' ત્યારબાદ સારા રિક્ષામાં જોવા મળે છે.



    સારા અલી ખાન વીડિયો શેર કરતા કેપ્શનમાં લખે છે- 'નમસ્તે દર્શકો, આજે અમે અમારા દિમાગનો ઉપયોગ કર્યો. સમયનો સદુપયોગ કરવા માટે લોકલ ટ્રેન લઈ લીધી.' સારાએ પોતાના જબરદસ્ત અંદાજ સાથે એકવાર ફરી ફેન્સને હસવા માટે મજબૂર કરી દીધા છે. અભિનેત્રીનો આ મજેદાર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચોઃ સુશાંત સિંહ રાજપૂત બાદ રિયા ચક્રવર્તીને મળ્યો નવો પ્રેમ, આ વ્યક્તિને કરી રહી છે ડેટ

    અભિનેત્રીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેણી મેકઅપ વિના, સિમ્પલ સૂટ પહેરેલી અને માસ્કથી પોતાનું ફેસ ઢાંકેલી જોવા મળે છે. જોકે. બાદમાં તેણી પોતાનું માસ્ક ઉતારી દે છે. સારા વીડિયોમાં જણાવે છે કે ભલે ભીડથી ભરેલી ટ્રેનમાં યાત્રા કરવું એક 'દર્દ' છે,

    પણ તેણી ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે આ કરી રહી હતી.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Sara ali khan, Sara ali khan સારા અલી ખાન, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन