Love Aaj Kalના પહેલા પોસ્ટરમાં જ, 'સારતિક'ની ગજબની કેમેસ્ટ્રી નજરે પડી

News18 Gujarati
Updated: January 16, 2020, 1:48 PM IST
Love Aaj Kalના પહેલા પોસ્ટરમાં જ, 'સારતિક'ની ગજબની કેમેસ્ટ્રી નજરે પડી
સારા અને કાર્તિક

આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે.

  • Share this:
સારા અલી ખાન (Sara Ali Khan) અને કાર્તિક આર્યન (Kartik Aryan) ની આવનારી ફિલ્મ 'લવ આજકલ' (Love Aaj Kal)ના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. અને આ ફિલ્મની રીલિઝ પહેલા જ તેમનું બ્રેકઅપ થઇ ગયું. સારા અને કાર્તિકના ફેન્સે તો આ માટે તેમને સારતિક (Sartik) એટલે કે સારા-કાર્તિક તેવું નામ પણ આપી દીધું છે. ત્યારે દર્શકો તેમની આ પહેલી ફિલ્મની એક ઝલક દેખવા માટે પણ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હાલમાં જ આ ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું છે. જેમાં સારા અલી ખાન અને કાર્તિકની જોરદાર કેમેસ્ટ્રી દેખતા જ બને છે.

સારા અલી ખાને આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેયર કર્યું છે. અને લખ્યું છે કે મળો વીર અને જો થી...#LoveAajkal ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર પણ શુક્રવારે રીલિઝ થવાનું છે. આ સાથે જ પહેલા પોસ્ટર સાથે ફિલ્મની રીલિઝ ડેટ પર સામે આવી છે. નિર્દેશક ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ 14 ફ્રેબુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે જ રીલિઝ થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલની સીક્વેલ છે.





અને આ પહેલા દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન નજરે પડ્યા હતા. ત્યાં જ તેના સીક્વેલમાં સૈફની પુત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યન નજરે પડશે. આ સીક્વેલની શૂટિંગ હિમાચલ પ્રદેશ, મુંબઇ અને રાજસ્થાનમાં થઇ છે.ત્યારે સારા અને કાર્તિકના ફેન્સ આ ફિલ્મને જોવા ઉત્સુક છે.
First published: January 16, 2020, 1:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading