ડાંસ શોમાં ગાળો સાંભળી રોવા લાગી સપના ચૌધરી, ગુસ્સે થઈ ગણુ સંભળાવ્યું - Video Viral

News18 Gujarati
Updated: April 6, 2019, 4:38 PM IST
ડાંસ શોમાં ગાળો સાંભળી રોવા લાગી સપના ચૌધરી, ગુસ્સે થઈ ગણુ સંભળાવ્યું  - Video Viral
એક શોમાં કઈંક એવું થયું કે, સપના ચૌધરી રોવા લાગી. તેને એટલું દુખ થયું કે, તે ચૂપ ન રહી શકી અને ડાંસ કરવાને બદલે ખુલીને લોકોને ખરૂ-ખોટુ સંભળાવવા લાગી

એક શોમાં કઈંક એવું થયું કે, સપના ચૌધરી રોવા લાગી. તેને એટલું દુખ થયું કે, તે ચૂપ ન રહી શકી અને ડાંસ કરવાને બદલે ખુલીને લોકોને ખરૂ-ખોટુ સંભળાવવા લાગી

  • Share this:
હરિયાણાની ડાંસર, બિગ બોસની કન્ટેસ્ટન્ટ અને હવે બોલીવુડ એક્ટ્રેસ બની ચુકેલી સપના ચૌધરી કોઈને કોઈ કારણે ચર્ચામાં બની રહે છે. ધમાકેદાર ડાંસ સિવાય સપનાનો બિન્દાસ અંદાજ પણ લોકોને ખુબ પસંદ આવે છે. તે ડાંસ શો કરે છે અને એટલા મસ્તી ભર્યા અંદાજમાં ઝૂમે છે કે શો પર હાજર હજારોની ભીડ પણ તેની સાથે ઝૂમવા લાગે છે. આ દરમ્યાન એક શોમાં કઈંક એવું થયું કે, સપના ચૌધરી રોવા લાગી. તેને એટલું દુખ થયું કે, તે ચૂપ ન રહી શકી અને ડાંસ કરવાને બદલે ખુલીને લોકોને ખરૂ-ખોટુ સંભળાવવા લાગી.

જોકે, જ્યારથી સપના કોંગ્રેસ જોઈન્ટ કરશે તેવા સમાચાર આવ્યા છે ત્યારથી તે વધારે ચર્ચામાં આવી ગઈ છે, તેના વિશે જાત ભાતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં તેનો એક જુનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સપના સ્ટેજ પર ઉભી રહી રોતા રોતા વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયો કઈં જગ્યાનો છે તે તો સ્પષ્ટ નથી થઈ રહ્યું પરંતુ વીડિયોમાં સપના બોલી રહી છે કે, મને સ્ટેજ પર ઉભી કરી લોકો ગાળો સંભળાવી રહ્યા છે. તેણે લોકોને તાલીયો પાડતા રોકી લીધા અને કહ્યું, હું નાચુ છું ગાઉં છું તો તેમાં ખોટું શું છે, હું કોઈની સામે હાથ તો નથી ફેલાવતી.

આ સિવાય તેણે કહ્યું કે, હું નાચવા-ગાવાનું છોડી દઈંશ, જો કોઈ વ્યક્તિ અહીં ઉભો રહી મને એવું કહી દે કે, તે મારા ઘરે આવી પોતાની કમાણી આપી જશે તો. આ સમયે સ્ટેજ પર સપનાની સાથે એક બાળકી પણ જોવા મળી રહી છે, જેને સલાહ આપતા સપના કહી રહી છે કે, બેટા તૂ પણ ક્યારે નાચતી નહી લોકો તને પણ ગાળો આપશે. સપના એટલી ગુસ્સામાં જોવા મળી રહી છે કે, લોકો ચૂપચાપ તેને સાંભળી રહ્યા છે. આવો સપનાનો અવતાર ક્યારે પણ જોવા નથી મળ્યો. બાદમાં હાજર લોકોએ સપનાની માફી પણ માંગી.તમને જણાવી દઈએ કે, સપના ચૌધરી હરિયાણાથી લઈ યૂપી અને બિહાર સુધી છવાઈ ગઈ છે. હમણાં જ છત્તીસગઢમાં તેનો ડાંસ શો સુપર હીટ રહ્યો. સપનાએ હાલમાં જ બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું છે. તેની પહેલી ફિલ્મ દોસ્તી કે સાઈડ ઈપેક્ટ્સ રીલિઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં સપનાની સાથે કેટલાએ ન્યૂકર્સ જોવા મળી ચુક્યા છે. આ ફિલ્મ તો બહુ ખાસ ના ચાલી પરંતુ સપનાના ઘણા વખાણ થયા. આ ફિલ્મમાં તેના બિન્દાસ અંદાજને લોકએ ખુબ પસંદ કર્યો અને કેટલાકે તો તેને બોલીવુડનો ફ્રેસ ફેસ પણ બતાવ્યો.
First published: April 6, 2019, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading