ભાડું બચાવવા તોડી પડાશે ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નો સેટ! સંજય લીલા ભણશાળીએ લીધો નિર્ણય

આલિયા ભટ્ટની મહાત્વાકાંક્ષી ફિલ્મ પર લાગ્યું લૉકડાઉનનું ગ્રહણ, ખર્ચો બચાવવા સેટ તોડી પડાશે

આલિયા ભટ્ટની મહાત્વાકાંક્ષી ફિલ્મ પર લાગ્યું લૉકડાઉનનું ગ્રહણ, ખર્ચો બચાવવા સેટ તોડી પડાશે

 • Share this:
  મુંબઈઃ આલિયા ભટ્ટ (Alia Bhatt)  ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાળી’(Gangubai Kathiawadi)માં ટૂંક સમયમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. ફિલ્મમાં આલિયાનો ફર્સ્ટ લૂક પણ રિલીજ થઈ ચૂક્યો છે પરંતુ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લાગુ થયેલા લૉકડાઉન થી શૂટિંગ પર બ્રેક વાગી ગઈ છે. જેના કારણે સેટ અનેક સપ્તાહથી ઉપયોગમાં નથી લેવાયો. અહેવાલ મળી રહ્યા છે કે ફિલ્મ માટે તૈયાર કરવામાં આવેલા સેટને તોડી પડાશે. લૉકડાઉનને ધ્યાને લઈ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળી (Sanjay Leela Bhansali)એ આ નિર્ણય લીધો છે.

  ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાળીના સેટને તોડવા માટે સંજય લીલા ભણશાળીએ પ્રોડક્શન ટીમને આદેશ આપી દીધો છે. સેટમાં 1960ના કમાઠીપુરા વિસ્તારને દર્શાવવામાં આવ્યો છે.
  'મિડ ડે'ના અહેવાલ મુજબ, સંજય લીલા ભણશાળીએ સેટના મેન્ટેનન્સની પણ ચૂકવણી કરી દીધી હતી. પરંતુ લૉકડાઉનના કારણે ત્યાં શૂટિંગ નથી થઈ રહી એવામાં ભણશાળીએ તેને તોડવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેનું ભાડું આપવું અને મેન્ટેનન્સ કરાવવું, તેના કરતાં સેટને ફરી ઊભો કરવો વધુ સસ્તો પડશે. તેથી હવે સેટને તોડી દેવામાં આવશે.

  આ પણ વાંચો, રમઝાનમાં 25 હજાર પ્રવાસી શ્રમિકોનું પેટ ભરશે સોનૂ સૂદ, કહ્યું- એકબીજાની સાથે ઊભું રહેવું જરૂરી

  આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. આલિયા તેમાં ગેંગસ્ટરનું પાત્ર નિભાવશે. એક્ટ્રેસ પહેલીવાર આવું પાત્ર ભજવવા જઈ રહી છે. આ પહેલા તેણે ગલ્લી બૉયમ)ં થોડો અગ્રેસિવ રોલ કર્યો હતો. બીજી તરફ, સંજય લીલા ભણશાળીની સાથે પણ પહેલીવાર કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે.

  આ પણ વાંચો, વીડિયો કોન્ફરન્સિંગ Zoom 5.0 અપડેટમાં મળશે અનેક સિક્યુરિટી કન્ટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ
  Published by:Mrunal Bhojak
  First published: