Home /News /entertainment /Baap first look: સંજય દત્ત, સની દેઓલ, જેકી શ્રોફ અને મિથુન આવ્યા એકસાથે, કહ્યુ- 'બધી ફિલ્મોના બાપ'

Baap first look: સંજય દત્ત, સની દેઓલ, જેકી શ્રોફ અને મિથુન આવ્યા એકસાથે, કહ્યુ- 'બધી ફિલ્મોના બાપ'

ફોટોઃ @duttsanjay

જેકી શ્રોફ, સંજય દત્ત, સની દેઓલ અને મિથુન ચક્રવર્તી જલ્દી એક જ પડદામાં સાથે જોવા મળશે. વિવેક ચૌહાણ 90ના દાયકાને ફરી લાવશે તમારી સામે.

મુંબઈઃ જેકી શ્રોફ, સંજય દત્ત, સની દેઓલ અને મિથુન ચક્રવર્તીએ તેમના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આજે બુધવારે આ તમામ અભિનેતાઓએ પોતપોતાના સોશિયલ એકાઉન્ટ પર એકસાખે ફિલ્મમાં આવવાની માટી વાતની ઘોષણા કરી છે અને આ અપકમિંગ ફિલ્મથી પોતાનો પહેલો લુક શેર કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. અટકળો પર વિશ્વાસ કરીએ તો આ ફિલ્મનું નામ 'બાપ' જણાવવામાં આવી રહ્યુ છે. જોકે હજુ પણ ટાઇટલને લઈને સસ્પેન્સ છવાયેલો છે. હાલમાં સામે આવેલા એક પોસ્ટરમાં આ તમામ દિગ્ગજોને સાથે જોઈને લાગી રહ્યુ છે કે, 90નો દાયકો પાછો આવી ગયો છે.

સામે આવેલા પોસ્ટરને જોઈને ફેન્સનો ઉત્સાહ પણ વધી ગયો છે. આ તમામ પોતાના ગેન્ગસ્ટર અવતારમાં ખૂબ જ ધાંસૂ અને દમદાર લાગી રહ્યા છે. આ તમામ દિગ્ગજોએ પોતપોતાના અંદાજમાં ફિલ્મ 'બાપ'ની ઘોષણા કરી છે. આ તમામે પોતપોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર એક જેવું જ કેપ્શન અને ફર્સ્ટ લુક જાહેર કરતા લખ્યુ છે, #BaapOfAllFilms "શૂટ ધમાલ, દોસ્તી બેમિસાલ."

આ પણ વાંચોઃ રાખી સાવંતની સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ, પ્રેસ કોન્ફરન્સમાં અન્ય એક્ટ્રેસનો અશ્લિલ વીડિયો બતાવવનો આરોપ

શાનદાર અંદાજમાં દેખાઈ રહ્યા છે સ્ટાર્સ


પોસ્ટરમાં ચાર કલાકારો સીડી પર બેઠેલા કેમેરા તરફ જોઈ રહ્યા છે. જેકીએ તેનું સિગ્નેચર મિલિટ્રી જેકેટ અને અંડરશર્ટની સાથે એક હેડબેન્ડ પહેરેલું છે, જે તેમના વીતેલા દિવસોના લુકની યાદ અપાવે છે. આ પ્રકારે, સંજય દત્તની પાસે 2000 પીળા રંગની લેધરના જેકેટમાં જોવા મળે છે. વળી સની દેઓલે પણ ખાકી રંગના કપડામાં જોવા મળે છે. લાંબા વાળ, દાઢીમાં તે ગજબ લાગી રહ્યા છે. મિથુન ચક્રવર્તી પણ તેમના અંદાજમાં ખૂબ જ જોરદાર લાગે છે.








View this post on Instagram






A post shared by Jackie Shroff (@apnabhidu)





આ પણ વાંચોઃ બચ્ચન નહીં આ છે બોલિવૂડના 'Big-B'ની અસલી અટક, આ કારણે પિતાએ અપનાવ્યુ નવું ઉપનામ

એક્શનથી ભરપૂર હશે આ ફિલ્મ


આ તમામ ધાંસૂ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ આ બઘાને એક સાથે જોઈને ખૂબ જ ખુશ છે અને અપકમિંગ ફિલ્મ માટે શુભકામના પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે, આવનારી આ ફિલ્મ એક્શન એન્ટરટેનર છે.

જેને વિવેક ચૌહાણ ડિરેક્ટ કરી રહ્યા છે અને અહમદ ખાન, શાઇરા અહમદ ખાન તેમજ ઝી સ્ટૂડિયો મળીને પ્રોડ્યુસ કરવાના છે.
First published:

Tags: Entertainment news, Jackie shroff, Mithun Chakraborty, Sanjay Dutt, મનોરંજન, સની દેઓલ