Actress સના મકબૂલના ચહેરા પર કૂતરૂ કરડ્યું, બોલી - જિંદગીભર નફરત કરીશ

News18 Gujarati
Updated: May 13, 2020, 8:37 PM IST
Actress સના મકબૂલના ચહેરા પર કૂતરૂ કરડ્યું, બોલી - જિંદગીભર નફરત કરીશ
એક્ટ્રેસ સના મકબૂલ

સનાએ લખ્યું કે, આ વાત યાદ કરતા મારૂ દિલ તૂટી જાય છે કે હવે મારી જિંદગી પહેલા જેવી ક્યારે નહીં થાય અને આ વાત માનસીક રીતે મને પરેશાન કરી રહી છે.

  • Share this:
મુંબઈ : સાઉથ ઈન્ડિયન ફિલ્મો અને ટીવીમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના મકબૂલના ચહેરા પર કૂતરાએ બચકું ભરી લીધું છે. આ દુર્ઘટના બાદ સના મકબૂલે પોતાના ચહેરાની સર્જરી કરાવવી પડી છે. આ વાતનો ખૂલાસો ખૂદ સનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કર્યો છે. સના હજુ રિકવર થઈ રહી છે, અને તેણે પોતાના ફેન્સ દ્વારા કરવામાં આવેલી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ કર્યું છે.

સનાએ જાહેર કરેલા પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ડિયર ઓલ, તમારા બધા દ્વારા કરવામાં આવેલી ચિંતા માટે તમારો ધન્યવાદ. હું ઝડપી સાજી થઈ રહી છું અને તંદુરસ્ત છું. હું ગાયબ થઈ ગઈ ન હતી, હું જાણું છે કે થોડા મોડા સમાચાર આપી રહી છુ, મારો એક્સિડન્ટ થયો હતો. એક વ્યક્તિ અને એક એક્ટર તરીકે કોઈનોપણ ચહેરો ખૂબ મહત્વનો રહે છે, કૂતરૂ ચહેરા પર કરડવાના કારણે મારે સર્જરી કરાવવી પડી છે. એક યુવતી જે હંમેશા જાનવરોને પ્રેમ કરે છે, હવે તે જિંદગીભર નફરત કરશે. આ ખરાબ દુર્ઘટના, જિંદગીભરનું નિશાન છોડી ગઈ છે.

સનાએ આગળ લખ્યું છે કે, આ વાત યાદ કરતા મારૂ દિલ તૂટી જાય છે કે હવે મારી જિંદગી પહેલા જેવી ક્યારે નહીં થાય અને આ વાત માનસીક રીતે મને પરેશાન કરી રહી છે. મારે હિમ્મત રાખવી પડશે. હું આ મુશ્કેલીના સમયમાં હિમ્મતથી કામ લેવાની કોશિસ કરી રહી છું. જિંદગીના કઈંક સિખવવાની એક અલગ જ રીત હોય છે. show must go on.




 




View this post on Instagram




 

As Alessia cara song says “Scars to Your beautiful “


A post shared by Sana Makbul (@divasana) on






આ બધા વચ્ચે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર સના સાથે થયેલી દૂર્ઘટના પર દુખ વ્યક્ત કરી રહ્યા છે, અને તેને હિમ્મત રાખવાની સલાહ આપી રહ્યા છે. એક્ટ્રેસ અદા ખાને કોમન્ટમાં લખ્યું કે, હિમ્મત મત હારો, દોસ્ત. ઈશ્વર તારા પર કૃપા કરે. તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ સના મકબૂલ સબ ટીવી શો 'આદતથી મજબૂર' અને ટીવી સિરીયલ 'વિષ'માં જોવા મળી ચુકી છે.




આ સિવાય તે તેલૂગુ ફિલ્મોમાં પણ એક જાણીતું નામ છે.
First published: May 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading