મનોરંજન

  • associate partner

સલમાન ખાનનો પરિવાર પણ થયો ક્રિકેટ ટીમનો માલિક, IPL જેવી આ લીગમાં આપશે બીજી ટીમોને ટક્કર

News18 Gujarati
Updated: October 21, 2020, 4:10 PM IST
સલમાન ખાનનો પરિવાર પણ થયો ક્રિકેટ ટીમનો માલિક, IPL જેવી આ લીગમાં આપશે બીજી ટીમોને ટક્કર
સલમાન ખાન

આઇપીએલની જેમ જ શ્રીલંકામાં શરૂ થનાર શ્રીલંકા પ્રીમિયર લીગમાં સલમાન ખાનના નાના ભાઇ સોહેલ ખાને એક ટીમની ફ્રંચાઇઝી ખરીદી છે.

  • Share this:
બોલિવૂડ સ્ટાર્સે પણ ક્રિકેટથી પણ કમાતા શીખી લીધું છે. બોલિવૂડ સ્ટાર્સનો ક્રિકેટ પ્રેમ પણ જગજાહેર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League-IPL)માં અનેક સ્ટાર્સે પોતાની ટીમ ખરીદી છે. હવે આ લોકોની સાથે બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman khan)અને તેના પરિવારે પણ પોતાની એક ક્રિકેટ ટીમ ખરીદી લીધી છે.

આઇપીએલની જેમ જ શ્રીલંકામાં શરૂ થનાર શ્રીલંકા પ્રીમિયર લીગમાં સલમાન ખાનના નાના ભાઇ સોહેલ ખાને એક ટીમની ફ્રંચાઇઝી ખરીદી છે.  આમ શાહરૂખ ખાન, પ્રીટી જીન્ટા અને જૂહી ચાવલાની જેમ હવે સલમાન ખાન અને તેનો પરિવાર પણ આઇપીએલ જેવી ક્રિકેટ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો છે.

નોંધનીય છે કે ટીમ કેન્ડી ટસ્કર્સ (Kandy Tuskers) સોહેલ ખાને ખરીદી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 21 નવેમ્બરથી શ્રીલંકા પ્રીમિયર લીગની શરૂઆત થવાની છે. અને તેમાં પાંચમાંથી એક ટીમ કેન્ડી ટસ્કર્સ (Kandy Tuskers) સોહેલ ખાનની છે. ખબરોની માનીએ તો તેમનાં સોહેલ ખાને ઇન્ટરનેશનલ એલએલપી દ્વારા રોકાણ કર્યું છે. આ રોકાણમાં સલીમ ખાન અને સલમાન ખાનનો પણ ભાગ છે.

આ લીગમાં કેન્ડી ટસ્કર્સની ટક્કર કોલંબો કિંગ્સ, દાંબુલા હોક્સ, ગૈલ ગ્લેડિએટર્સ અને જાફના સ્ટાલિયન્સથી થશે. ઉલ્લેખનીય છે કે સોહલની ટીમમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગ ખેલાડી ક્રિસ ગેલને જગ્યા મળી છે. ક્રિસ ગેલ પોતાના ચોગ્ગા અને છક્કા માટે માટે જાણીતી છે. ત્યાં જ સોહેલ ખાને તેમને આ ટીમમાં મહત્વની ભૂમિકા આપી છે.

વધુ વાંચો : રશ્મિ દેસાઇના દુર્ગા પૂજા લૂકે લોકોને બનાવ્યા તેના દિવાના, શેયર કરતા વાયરલ થયા PICS

વર્કફંટની વાત કરીએ તો સલમાન ખાન જલ્દી જ રાધેમાં નજરે આવશે. આ સિવાય જો સલમાન ખાનના વેપારની વાત કરીઓ તો સલમાન ખાન પાસે બિઇંગ હ્યુમન જેવી ક્લોથિંગ ફ્રેંચાઇઝી છે.

દેશભરમાં તેમના જીમ પણ આવેલા છે. વધુમાં કોરોના ટાઇમમાં સેનેટાઇઝર પણ બહાર પાડ્યું હતું. વધુમાં તે તેમના પરિવાર સાથે ક્રિકેટ ટીમ પણ ખરીદી રહ્યા છે. વળી સલમાન ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરે છે.
Published by: Chaitali Shukla
First published: October 21, 2020, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading