સલમાને વધારી અક્ષય કુમારની મુશ્કેલી, હોળી પર થશે મોટો ધમાકો!

News18 Gujarati
Updated: February 26, 2020, 2:08 PM IST
સલમાને વધારી અક્ષય કુમારની મુશ્કેલી, હોળી પર થશે મોટો ધમાકો!
અક્ષય કુમાર અને સલમાન ખાન

રાધેમાં સલમાન ખાન અંડરકવર કોપનો રોલ ભજવશે.

  • Share this:
બોલિવૂડમાં હંમેશા મોટી ફિલ્મો એકબીજા સાથે ક્લેશ ના થાય તેની સાવચેતી રાખવામાં આવે છે. પણ તેમ છતાં વર્ષ ભરમાં ક્યારેક ને ક્યારેક તેવું થાય જ છે કે બે મોટો અભિનેતાઓને એક બીજાને ટક્કર આપવાનો વારો આવે. હવે આવું જ કંઇક દબંગ સલમાન ખાન (Salman khan) અને અક્ષય કુમાર (Akshay Kumar) સાથે થયું છે. આ બંને મેગા સ્ટાર હવે તેમની આવનારી ફિલ્મને લઇને બોક્સ ઓફિસ પર સામે સામે ઊભા રહે તેવી સ્થિતિ પેદ થિ છે. સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe) અને અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બ (Laxmmi Bomb) એક તારીખે જ રિલિઝ થવાની છે.

સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇને લઇને તૈયારીઓ કેટલાક વખતથી ચાલી રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે દિશા પટની છે. જો કે હવે આ વાત અક્ષય કુમારની મુશ્કેલી વધારી શકે છે. ડીએનએના એક રિપોર્ટ મુજબ મેકર્સે આ વાતની જાહેરાત પહેલા જ કરી દીધી હતી કે સલમાન ખાનની ફિલ્મ રાધે આ વર્ષે ઇદના દિવસે રીલિઝ થશે. ખાસ વાત એ છે કે આ ડેટ પર જ અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ રિલિઝ થવાની છે.

તેવામાં ઇદ પર સલમાન ખાનની જે જે ફિલ્મ અત્યાર સુધીમાં રિલિઝ થઇ છે તે સફળ થઇ છે. અને તે સૌથી વધુ કમાણી કરતી સલમાન ફિલ્મ પણ હોય છે. વળી સલમાનની આ ફિલ્મનું વિતરણ યશરાજ ફિલ્મ્સ કરવાની છે જે મોટો પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યૂશન કરે છે. આમ અક્ષય કુમારની ફિલ્મ પર રાધે ભારે પડે તેવી સંભાવના છે.

લક્ષ્મી બોમ્બ અને રાધે


રાધેમાં સલમાન ખાન અંડરકવર કોપનો રોલ ભજવશે. આ એક એક્શન ડ્રામા છે. અને તેને નિર્દેશન પ્રભુ દેવાએ કર્યું છે. આ ફિલ્મને અતુલ અગ્નિહોત્રી અને સોહલ ખાન પ્રોડ્યૂસ કરે છે. તો લક્ષ્મી બોમ્બમાં અક્ષય અર્ધનારીના રોલમાં નજરે પડશે. આ ફિલ્મમાં અક્ષયની અપોઝિટમાં કિયારા અડવાણઈ છે. આ ફિલ્મનું નિર્દેશન રાધવ લોરેન્સ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષયનું ફસ્ટ લુક ખુબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर