Home /News /entertainment /એશ્વર્યા કે કેટરીના નહીં, આ છોકરી માટે કુંવારો રહ્યો સલમાન! કરણ સામે કહી હકીકત
એશ્વર્યા કે કેટરીના નહીં, આ છોકરી માટે કુંવારો રહ્યો સલમાન! કરણ સામે કહી હકીકત
ફાઇલ ફોટો
સલમાન ખાન પાસે કોઈ ચીજ વસ્તુની કમી નથી. જો આજે 57 વર્ષની ઉંમરે 'ટાઈગર' લગ્ન માટે હા કહી દે તો તેના ઘરની આગળ છોકરીઓની લાઈન લાગી જાય. છતાં, સલમાન ખાન લગ્ન નથી કરવા માંગતો. મોટાભાગના લોકો માને છે કે તેનું કારણ એશ્વર્યા રાય-કેટરીના કૈફ છે, જેનું તેની સાથે અફેર હતું, પણ હકીકત કંઈક અલગ જ છે. ચાલો, જાણીએ સલમાનના લગ્ન ના કરવા પાછળનું શું છે કારણ?
નવી દિલ્હીઃ સલમાન ખાન આજે 57 વર્ષનો થઈ ગયો છે, છતાં કુંવારો છે. જેની જીંદગીમાં છોકરીઓ આવી તો ખરા પણ કોઈ જીવનસાથી ના બની શકી. એશ્વર્યા રાય સાથે તેનો સંબંધ ખૂબ જ ખરાબ રીતે ખતમ થયો હતો. જ્યારે કેટરીના કૈફ સાથે અફેર શરુ થયું, તો લોકોને લાગ્યુ કે આ વખતે તે લગ્ન જરૂર કરી લેશે, પરંતુ કેટરીના કૈફે બીજી રાહ પકડી અને સલમાન ખાન ફરી એકલો જ રહી ગયો. જોકે, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ સાથે બ્રેકઅપ, ક્યારેય લગ્ન ના કરવાનું કારણ નથી બન્યુ, પણ તેમાં એક ત્રીજી એક્ટ્રેસનો જ હાથ છે.
સલમાન ખાન એશ્વર્યા રાય, સોમી અલી, કેટરીના કૈફ અને સંગીતા બિજલાનીને ડેટ કરતો હતો. તે સિવાય પણ તેનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયુ હતું. 'ભાઈજાન'ના લગ્ન ના કરવાનું કારણ બીજુ કોઈ નહીં પણ બોલિવૂડની સદાબહાર એક્ટ્રેસ રેખા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને એકવાર કબૂલ્યુ હતું કે તે રેખાને પોતાની જીવનાસાથી બનાવવા માંગે છે અને તેના માટે દીવાનો છે.
સલમાન ખાને કહ્યુ કે તેણે રેખાના કારણે હજુ સુધી લગ્ન નથી કર્યા. રેખાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે તે જ્યાં પણ જાય છે, સલમાન તેને ફોલો કરે છે. એ ત્યારની વાત છે, જ્યારે સલમાન અને રેખા એકબીજાના પાડોસી હતા. સલમાન તેને જોવા માટે યોગા ક્લાસ પણ જતો હતો. જ્યારે રેખાને સલમાન ખાનના કોમેન્ટ વિશે જાણ થઈ તો તેણે ફક્ત એટલું જ કહ્યુ, "હું કદાચ આ જ કારણથી પરિણિત નથી."
સલમાને ક્યારેક એ પણ કહ્યુ હતું કે તે સંગીતા બિજલાની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સમાં, એ દાવો પણ કરવામાં આવ્યો હતો કે સંગીતા અને સલમાનના લગ્નના કાર્ડ છપાઈ ગયા છે. ખબર અનુસાર, સલમાને ઘણા વર્ષો બાદ 'કૉફી વિથ કરણ'માં જણાવ્યુ કે તે લગ્ન કરવાનો હતો, પણ સંગીતાએ છેલ્લે સંબંધ તોડી દીધો. એવું કહેવામાં આવે છે કે સંગીતાએ સલમાનને કોઈ અન્ય મહિલા સાથે જોઈ લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર