સલમાને એકાઉન્ટમાં રૂપિયા મોકલી કરી મદદ, આસિસ્ટન્ટ ડાયરેક્ટરે સ્ક્રીનશોટ દર્શાવી માન્યો આભાર

સલમાને એકાઉન્ટમાં રૂપિયા મોકલી કરી મદદ, આસિસ્ટન્ટ ડાયરેક્ટરે સ્ક્રીનશોટ દર્શાવી માન્યો આભાર
આસિસ્ટન્ટ ડાયરેક્ટરે સલમાનને લખ્યું કે, મેં આપની સાથે કામ નથી કર્યું છતાંય તમે મદદ કરતાં આપનો ખૂબ આભારી છું

આસિસ્ટન્ટ ડાયરેક્ટરે સલમાનને લખ્યું કે, મેં આપની સાથે કામ નથી કર્યું છતાંય તમે મદદ કરતાં આપનો ખૂબ આભારી છું

 • Share this:
  મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)ના કહેરના કારણે સમગ્ર દુનિયા મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. ભારતમાં લૉકડાઉનના કારણે એ લોકો માટે ખાસ મુશ્કેલી થઈ ગઈ છે, જેમનો રોજગાર ક્યાં તો હવે તેમની પાસે નથી અને ક્યાં તો જે પ્રવાસી શ્રમિક કે છૂટક મજૂરી કરનારા છે. કોરોનાની જંગને જીતવા માટે ભારત સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ કઠિન સમયમાં સરકારની સાથે દેશના નાગરિકો પણ પોતાની શક્તિ મુજબ મદદ કરી રહ્યા છે. બોલિવૂડ (Bollywood)ના ભાઈજાન એટલે કે સલમાન ખાન (Salman Khan) અને તેમની એનજીઓ બોઇંગ હ્યૂમન ફાઉન્ડેશન (Being Human Foundation) સતત લોકોની મદદ કરી રહી છે.

  લૉકડાઉન (Lockdown)નું બીજું ચરણ 3 મે સુધી લંબાયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામદારો અને છૂટક સર્વિસ આપતાં લોકો પણ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. એવામાં અનેક સ્ટાર્સ PM CARES Fundમાં ડોનેશન સતત આપી રહ્યા છે. સલમાન ખાને PM CARES Fundમાં દાન કરવાની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા 25 હજાર લોકોની આર્થિક સહાયતા કરવાનો નિર્ણય કર્યો હતો. આ મદદ તે પોતાની સંસ્થા બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશન ના સહયોગથી કરી રહ્યો છે. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મનોજ શર્માએ તેનો સ્ક્રીનશોટ શૅર કરી તેની સાબિતી પણ આપી છે.
  આ પણ વાંચો, બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

  આસિસ્ટન્ટ ડાયરેક્ટર મનોજ શર્માએ બેંકથી આવેલા મેસેજનો સ્ક્રીનશોટ ટ્વિટ કર્યું છે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું છે કે તેના ખાતામાં બીઇંગ હ્યૂમન દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મનોજે પોતાના ટ્વિટમાં લખ્યું કે, સલમાન સર, દુર્ભાગ્યથી મને ક્યારેય આપની સાથે કામ કરવાની તક નથી મળી, હું ક્યારેય આપની ટીમનો સભ્ય પણ નથી રહ્યો. તમે હજારો લોકોની આર્થિક સહાયતા કરી રહ્યા હોય જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખ વગર કામ કરી રહ્યા છો. હું વ્યક્ત નથી કરી શકતો કે આપનો કેટલો આભારી છું.

  આ પણ વાંચો, ‘રામાયણ’ પહેલા આ શૉમાં સાથે કામ કરી ચૂક્યા છે ‘લક્ષ્મણ અને સીતા’, જુઓ વીડિયો

   
  Published by:News18 Gujarati
  First published:April 28, 2020, 08:28 am

  ટૉપ ન્યૂઝ