Home /News /entertainment /

...જ્યારે અસલ જિંદગીમાં સલમાને રસ્તા વચ્ચે બીજાના કારણે ખાધો હતો માર

...જ્યારે અસલ જિંદગીમાં સલમાને રસ્તા વચ્ચે બીજાના કારણે ખાધો હતો માર

સલમાન ખાન (ફાઈલ ફોટો)

સલમાન આ વીકેન્ડમાં કપિલ શર્માના શો પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ વખતે સલમાન ખાન પણ કપિલના શોના પ્રોડ્યુસર છે.

    પર્દા પર જબરદસ્ત એક્શન સીન કરી ગુંડાઓને ધૂળ ચટાડનાર સલમાન ખાન અસલી જિંદગીમાં એક વખત માર ખાઈ ચુક્યો છે. આ વાત કોઈ અન્યએ કહી હોત તો કદાચ માનવામાં ના આવી હોત, પરંતુ આ ખુલાસો ખુદ સલમાન ખાને જ કર્યો છે. દબંગ ખાને કપીલ શર્માના શો પર આ ખુલાસો કર્યો છે. જ્યારે કપિલે શો પર આવેલા ત્રણે ભાઈઓને પુછ્યું કે, ક્યારે સ્કૂલમાં લડાઈ થઈ છે, તો સોહેલે પૂરો કિસ્સો સંભળાવ્યો.

    તેણે જણાવ્યું કે, એક સમયે અમારા ઘરની બહાર ઉભા રહી એક વ્યક્તિ મને ગાળો આપી રહ્યો હતો. કેટલાક લોકો એટેન્શન મેળવવા માટે આવું કરતા હોય છે. મે વિચાર્યું કે, તે એકલો છે, તો મે તેને પુછ્યું ગાળો કેમ બોલે છે. એટલામાં તો અન્ય પાંચ સાત લોકો આવી ગયા અને મારી સાથે માર પીટાઈ શરૂ કરી દીધી. ત્યારબાદ સલમાન ભાઈ ત્યાં આવ્યા.

    સોહેલ કહાની સંભળાવી જ રહ્યો હતો તે સમયે સલમાન વચમાં આવી ગયો, અને તેણે કહ્યું કે, હું વચમાં પડ્યો તો મને પણ બંબૂનો માર કમ્મરમાં પડ્યો હતો. ત્યારબાદ સલમાને જણાવ્યું કે, ફિલ્મોમાં તો બંબૂ પડતા જ તૂટી જાય છે. પરંતુ અસલમાં જ્યારે પડે છે તો, ઘણું દર્દ થાય છે. સલમાન અને સોહેલે આ કિસ્સો ઘણા મજેદાર અંદાજમાં સંભળાવ્યો હતો.



    શોના આ નાના-નાના પ્રોમોઝને દર્શક એટલા પસંદ કરે છે કે, હે તમામ લોકોને પૂરા એપિસોડની રાહ જોઈ રહ્યા છે. સલમાન આ વીકેન્ડમાં કપિલ શર્માના શો પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ વખતે સલમાન ખાન પણ કપિલના શોના પ્રોડ્યુસર છે. કપિલ બોલિવુડના સુલતાન સાથે મળીને આ શો પ્રોડ્યુસ કરી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Beaten, Because, Fans, Revealed, બોલીવુડ, સલમાન ખાન

    આગામી સમાચાર