સલમાન ખાનની ભત્રીજી અલીજેહ અગ્નિહોત્રી કરશે બોલીવુડમાં એન્ટ્રી

સલમાન ખાન ભત્રીજી સાથે

આ ફિલ્મ દ્વારા અલીજેહની ઓપોઝિટ સની દેઓલના પુત્ર રાજવીર દેઓલ પણ લીડ રોલ સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

  • Share this:
બોલીવુડ સ્ટાર સલમાન ખાનની ભત્રીજી અલીજેહ અગ્નિહોત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સૂરજ બડજાત્યાનાના પુત્ર અવનીશ બડજાત્યાની ફિલ્મ ‘અનટાઈટલ્ડ ફિલ્મ’થી અલીજેહ અગ્નિહોત્રી ડેબ્યૂ કરશે. આ ફિલ્મ દ્વારા અવનીશ બડજાત્યા પણ નિર્દેશન ક્ષેત્રે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા અલીજેહની ઓપોઝિટ સની દેઓલના પુત્ર રાજવીર દેઓલ પણ લીડ રોલ સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

અલીજેહ દેખાવમાં ખૂબ જ સુંદર છે. સોશ્યલ મીડિયામાં તેના ઘણા ફેન ફોલોઅર્સ છે. અલીજેહ ક્યારેક વેસ્ટર્ન તો ક્યારેક ભારતીય ડ્રેસમાં જોવા મળે છે. જેને સોશ્યલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

સૂત્રો અનુસાર આ ફિલ્મ ડેસ્ટિનેશન વેડિંગ પર આધારિત રોમેન્ટિક ડ્રામા જેનર ફિલ્મ હશે. આ ફિલ્મ 2013માં આવેલ અયાન મુખર્જીની ફિલ્મને પેરેલલ હશે, જેમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે લીડ રોલ કર્યો હતો.

આ પણ વાંચોહેવલ્સને લોન્ચ કર્યો દેશનો પ્રથમ એર પ્યુરીફાયર પંખો, જાણો - કેવા છે ફિચર્સ અને કેટલી છે કિંમત?

અગાઉ પણ અલીજેહના પિતા અતુલ અગ્નિહોત્રી જે અભિનેતા, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે, તેમણે તેમની પુત્રીને ડેબ્યૂ કરવા અંગે વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ આ અંગે આટલી જલ્દી વાત કરવા નથી ઈચ્છતા. એક પિતા તરીકે તેઓ તેમની દીકરી પાસેથી ઈચ્છા હતી કે તે તૈયાર રહે, પોતાનું બેસ્ટ આપે અને ફિલ્મને એન્જોય કરે. તેમના બાળકોએ તેમના પરિવારને બિઝનેસમાં ઉતાર-ચઢાવ સાથે જોયા છે અને તે આ વાતનું મહત્વ પણ સમજે છે.

આ પણ વાંચોIND VS ENG: હાર્દિકે કૃણાલ પંડ્યાને આપી ODI ડેબ્યુ કેપ, કૃણાલની આંખમાં આંસુ છલક્યા, સર્જાયા ભાવુક દ્રશ્ય

મીડિયા રિપોર્ટ અનુસાર અલીજેહને સલમાન ખાન બોલીવુડમાં ફિલ્મ ‘દબંગ 3’ સાથે લોન્ચપેડ આપવા જઈ રહ્યા છે. અલીજેહના પિતા અતુલ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે અલીજેહ યોગ્ય કાસ્ટિંગ ન હોવાના કારણે તેને કોઈ પણ રોલ આપવામાં આવ્યો નહોતો.
First published: