Dabangg 3નું નવું ગીત રિલીઝ, મુન્ની પછી હવે 'મુન્નો' થયો બદનામ

News18 Gujarati
Updated: November 12, 2019, 10:36 AM IST
Dabangg 3નું નવું ગીત રિલીઝ, મુન્ની પછી હવે 'મુન્નો' થયો બદનામ
દબંગ 3

"કમાલ ખાનની અવાજ છે અને બાદશાહનું રેપ, સાથે ચુલબુલની દબંગાઇ છે,સાંભળો.'

  • Share this:
બોલિવૂડ એક્ટર (Bollywood Actor) સલમાન ખાન (Salman khan) ની ફિલ્મ દબંગ 3 (Dabangg 3) નું મોસ્ટ અવેટેડ ગીત મુન્ના બદનામ હુઓ રિલીઝ થયું છે. હુડ હુડ દબંગ, નૈના લડે અને યૂં કરકેનો ઓડિયો રીલિઝ કર્યા પછી હવે સલમાન ખાને દબંગ 3 નું ગીત મુન્ના બદનામ થયા રીલિઝ કર્યું છે. આ ગીત 2010ની ફિલ્મ દબંગનું પોપ્યુલર ગીત મુન્ની બદનામથી ઇન્સપાયર છે. મુન્ની બદનામ ગીત તે સમયે એક ચાર્ટબસ્ટર બની ગયું હતું અને હવે મુન્ના બદનામ ગીતથી પણ તે જ અપેક્ષા છે.

સલમાન ખાને આ ગીત શેર કર્યું છે. અને લખ્યું છે કે "કમાલ ખાનની અવાજ છે અને બાદશાહનું રેપ સાથે ચુલબુલની દબંગાઇ છે,સાંભળો.' સાત વર્ષ પછી સલમાન ખાન ચુલબુલ પાંડેના રૂપમાં મોટા પડદે પાછા ફરી રહ્યા છે. જ્યારે સલમાન ખાન અને અરબાઝ ખાને દબંગ 3ની જાહેરાત કરી તો ચુલબુલ પાંડેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થયા હતા.

 



બાકી ગીતાની જેમ જ સલમાન ખાને આ વખતે પણ મુન્ના બદનામ હુઓનો ઓડિયો જ રીલિઝ કર્યો છે. ફેન્સએ દબંગ 3ના આ ગીતનો વીડિયો જોવા માટે થોડી રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે દબંગ 3  સલમાન ખાન લીડ રોલમાં છે. સાથે સોનાક્ષી સિંહા પણ છે. પણ હંમેશા નવા આર્ટીસ્ટને તેમની ફિલ્મોમાં તક આપતા સલમાન ખાને આ વખતે તેમના ખાસ મિત્રની દીકરી ડેબ્યૂ કરવાની તક આ ફિલ્મ સાથે આપી છે. આ અભિનેત્રીનું નામ છે સાંઇ માંજરેકર. જે જાણીતા ડાયરેક્ટર મહેશ માંજરેકરની પુત્રી છે. અને તે દબંગ 3 થી સલમાનની એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરશે.
First published: November 12, 2019
વધુ વાંચો
अगली ख़बर