સલમાન ખાનના પરિવારના આ વ્યક્તિના નિધન પર તેણે કહ્યું - Will always love you

News18 Gujarati
Updated: March 31, 2020, 9:54 AM IST
સલમાન ખાનના પરિવારના આ વ્યક્તિના નિધન પર તેણે કહ્યું - Will always love you
સલમાન ખાન અને અબ્દુલ્લાહ

અબ્દુલ્લાહ ખાનની મોતની જાણકારી સલમાન ખાને જ લોકોને પોસ્ટ દ્વારા આપી.

  • Share this:
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. તે વચ્ચે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી એક ખૂબ જ દુખદ ખબર આવી છે. આ ખબર સલમાન ખાન (Salman khan) સાથે જોડાયેલી છે. સલમાન ખાનના નજીકના સંબંધીનું મુંબઇમાં નિધન થઇ ગયું છે. આ સંબંધી બીજું કોઇ નહીં સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાન (Salman Khan Nephew Abdullah Khan) છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો અબ્દુલ્લાહ લાંબા સમયથી બિમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ તેમના ભત્રીજા અબ્દુલ્લાહ ખાન છેવટે અંતિમ શ્વાસ લઇ દુનિયાને હંમેશા માટે વિદાય કહી દીધી. સલમાન ખાને ટ્વિટર પર પોતાના ભત્રીજાનો ફોટો શેર કરતા એક ઇમોશનલ પોસ્ટ લખી છે.

અબ્દુલ્લાહ ખાનની મોતની જાણકારી સલમાન ખાને જ લોકોને પોસ્ટ દ્વારા આપી. સલમાન ખાને પોતાના ટ્વિટર પર ભત્રીજાનો ફોટો શેર કરતા કહ્યું કે હું તને હંમેશા પ્રેમ કરીશ. જે જોતા લાગે છે કે સલમાન તેના ભત્રીજાથી ખૂબ જ નજીક હતા. અને તેમની મોતથી સલમાનને શોક લાગ્યો છે. વળી આ પોસ્ટ પર અબ્દુલ્લાહને જાણતા અનેક સેલેબ્રિટીએ કોમેન્ટ કરીને તેમને શ્રદ્ધાજંલિ આપી છે.


મીડિયા રિપોર્ટ મુજબ અબ્દુલ્લાહને ફેંફડામાં સંક્રમણ હતું. બે દિવસ પહેલા જ તેમની સ્થિતિ ગંભીર થતા તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જો કે ઇન્ફેક્શન વધી જતા તેમની મોત થઇ. જેના પછી ખાન પરિવાર શોકગ્રસ્ત થયો હતો.


અબ્દુલ્લા, સલમાનના પિતા એટલે કે સલીમ ખાનની નાની બેનના પુત્ર હતા. સલમાનના ટ્વિટ પછી સોશિયલ મીડિયામાં એક્ટર રાહુલ દેવ પણ એક ટ્વિટ કરીને દુખ જાહેર કર્યું છે. તેમણે દુખના આ સમયમાં સલમાનના પરિવારને ભગવાન હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. વધુમાં એક્ટ્રેસ ડેજી શાહે પોતાને અબ્બદુલાહની બેસ્ટી બતાવતા તેની આત્માની શાંતિની મનોકામના કરી છે.
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading