વાજિદ ખાનના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છે સલમાન ખાન, કહી આ વાત

News18 Gujarati
Updated: June 1, 2020, 2:02 PM IST
વાજિદ ખાનના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છે સલમાન ખાન, કહી આ વાત
વાજિદ ખાનના નિધન પર સલમાન ખાને કર્યું ટ્વિટ (ફોટો સાભારઃ સોશિયલ મીડિયા)

સલમાન ખાને ટ્વિટ કરી લખ્યું કે, વાજિદ હું તને હંમેશા પ્રેમ કરતો રહીશ

  • Share this:
મુંબઈઃ બોલિવૂડના જાણીતી સંગીતકાર જોડી સાજિદ-વાજિદ (Sajid Wajid) ફેમ વાજિદ ખાન (Wajid Khan)નું માત્ર 42 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમના નિધનના સમાચારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘેરા આઘાતમાં મૂકી દીધી છે. વાજિદ ખાન સફળ સંગીતકાર ઉપરાંત પોતાના વ્યક્તિત્વના કારણે લોકોનું દિલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. ઇન્ડસ્ટ્રીમાં તેમના અનેક મિત્રો હતા પણ સૌથી ખાસ હતા સલમાન ખાન. વાજિદના નિધનના સમાચાર સાંભળી સલમાન ખાન (Salman Khan)ને પણ મોટો આંચકો લાગ્યો છે. તેણે ટ્વિટ (Tweet) કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

વાજિદ ખાનના નિધનના સમાચાર સાંભળી સલમાન ખાને દુઃખી હૃદયે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી છે. સલમાને ટ્વિટ કરી લખ્યું કે, વાજિદ હું તને હંમેશા પ્રેમ કરતો રહીશ, તારી ઇજ્જત કરીશ. તને યાદ કરીશ અને ખૂબ મિસ કરીશ. તારા ટેલેન્ટને પણ. તને મારો પ્રેમ અને તારીપ સુંદર આત્માને શાંતિ મળે.

આ પણ વાંચો, પાકિસ્તાની જાસૂસઃ રેલવેના કર્મચારી આ કારણે ઇન્ટેલિજન્સ એજન્સીઓના રડાર પર આવ્યા

સલમાનના આ ટ્વિટમાં મિત્રને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ છલકે છે. નોંધનીય છે કે લૉકડાઉન દરમિયાન રિલીઝ થયેલું ખૂબ જાણીતું ગીત ભાઈ ભાઈ સાજિદ-વાજિદે જ કમ્પોઝ કર્યું હતું. સલમાને પોતાના અનેક પ્રોજેક્સ્શમાં આ જાણીતી જોડીની સાથે કામ કર્યું છે. બીજી તરફ વાજિદના નિધન બાદ બોલિવૂડની ખૂબ જ ખાસ જોડી તૂટી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ટીવી અને સિનેમા જગતની વિશ્વસનીય ખબરો આપનારા સલિલ અરૂણકુમાર સંડએ ન્યૂઝ18ને જણાવ્યું કે વાજિદને કિડનીની સમસ્યાના કારણે લગભગ 60 દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ થોડા સમય પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. લગભગ ત્રણ દિવસ પહેલા તેમનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, પરંતુ તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેઓ ડાયાબિટીક પણ હતા. જોકે કોરોનાના લક્ષણ જોતા અને સુરક્ષા કારણોને કારણે વાજિદની અંતિમ યાત્રામાં માત્ર બે લોકો જ સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો, ...જ્યારે વ્હાઇટ હાઉસમાં થઈ અફરાતફરી, ડોનાલ્ડ ટ્રમ્પને પણ બન્કરમાં સંતાવું પડ્યું

 
First published: June 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading