Dabangg 3નું ટાઇટલ સોંગ થયું રિલીઝ, પણ ગીતમાં છે જોરદાર ટ્વિસ્ટ

સલમાન ખાન

આ ગીતના ઓડિયોને યૂટ્યૂબ પર 10 મિલિયન વ્યૂયર જોઇ ચૂક્યા છે.

  • Share this:
    સલમાન ખાન (Salman khan) આ ક્રિસમસ પર પોતાની સુપરહિટ મસાલા ફિલ્મ દબંગ 3 (Dabangg 3) લઇને આવી રહ્યા છે. આ ફિલ્મ સલમાન ખાનની સ્ટાઇલ અને એક્શનના કારણે પ્રસિદ્ધ છે. અને આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ પોપ્યુલર થઇ ચૂક્યા છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું ટાઇટલ ટ્રેક હુડ હુડ (Hud Hud) બનાવવામાં આવ્યું છે. જેનો ઓડિયો તો પહેલા જ રિલીઝ થઇ ગયો હતો. પણ હવે તેનો વીડિયો પર રિલીઝ થયો છે. અને આ વીડિયોમાં તમને જોરદાર ટ્વિસ્ટ જરૂરથી મળશે.

    દબંગ (Dabangg 3) ના ટાઇટલ ટ્રેકમાં સલમાન ખાન તેનો સિગનેચર સ્ટેપ કરતો નજરે નહીં પડે. જેમાં તે પોતાના કમરના બેલ્ટને પકડની હલાવે છે. જો કે તેના બદલે આ સ્ટેપમાં હળવો ફેરફાર કરવામાં આવ્યો છે. વળી બીજા સ્ટેપ પણ થોડા ચેન્જ કરવામાં આવ્યા છે. અને ગીતને એક નવું ટ્વિસ્ટ આપવામાં આવ્યું છે. આ ગીતની રાહ સલમાન ખાન અને ચુલબુલ પાંડેના ફેન્સ લાંબા સમયથી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેનો ઓડિયા જ યૂટ્યૂબ પર લગભગ 10 મિલિયન વ્યૂઝ લઇ આવ્યો છે. ચુલબુલ પાંડે ઉર્ફ સલમાને એક પોસ્ટની સાથે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને કહ્યું છે કે તમે પણ જુઓ આ ગીત.


    દબંગ 3ના આ ગીતમાં મહેશ્વરમાં 500થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર સાથે અહિલ્યા કિલ્લાના ઘાટ પર ફિલ્માવવામાં આવ્યું છે. સાજીદ-વાજીદે આ ગીતને કમ્પોઝ કર્યું છે. જ્યારે શબીના ખાને તેને કોરિયોગ્રાફ કર્યું છે. દબંગ 3 નું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. અને આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના રોજ રીલિઝ થશે.
    Published by:Chaitali Shukla
    First published: