કશ્મીરની વર્દીઓમાં પોતાની બાઈક રાઇડિંગથી પ્રશંસકોને રોમાંચિંત કર્યા બાદ હવે સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3' નું નવું પોસ્ટર દર્શકોને આકર્ષિત કરી રહ્યુ છે. અત્યાર સુધી ફિલ્મના અનેક પોસ્ટર આવી ચુક્યા છે. પરંતુ નવું પોસ્ટર આ સૌથી અલગ છે, કારણ કે તેમાં સલમાન ખાન ફિલ્મની હીરોઇન જેકલીન ફર્નાન્ડિઝ સાથે નજર આવી રહ્યો છે. સલમાને તેના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું. સાથે સાથે તે પણ જણાવ્યું હતું કે તે જેકલીન સાથે કશ્મીરના સોનામાર્ગમાં 'રેસ 3' એક સોંગનું શૂટિંગ કરી રહ્યો છે. સલમાન અને જેકલીને આ પોસ્ટર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.
પોસ્ટરમાં સલમાન અને જેકલીન હોટ કપલ દેખાઇ રહ્યા છે. સલમાને બંને હાથથી જેકલીનને પકડી રાખી છે અને તેમના એક હાથમાં ગન છે. જેકલીનની તસવીર સાઇડથી લેવામાં આવી છે જ્યારે સલમાન કેમેરા તફ જોઇ રહ્યા છે.
આપને જણાવી દઇએ કે ફિલ્મ 'રેસ 3' 1 જૂને રીલિઝ થશે. રીલિઝ પહેલા જ ફિલ્મના અમુક મુખ્ય ભાગ દેખાડવામાં આવી રહ્યા છે. પહેલાં પણ ફિલ્મના ઘણા પોસ્ટર્સ શેર કર્યા છે. જેમા એકમાં સલમાન ખાન નજર આવી રહ્યો હતો અને બાકીના પોસ્ટરો પર ફિલ્મના અન્ય કલાકારો.
ફિલ્મમાં અનિલ કપૂર, સાકીબ સલીમ, ડેઝી શાહ અને બોબી દેઓલ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ફિલ્મના દિગ્દર્શક રેમો ડીકુઝા છે. ફિલ્મનું ટ્રેલર 5 મે પર રીલિઝ થશે.