Home /News /entertainment /શું વરુણના ઘરે બંધાશે પારણું? જાણો સલમાને બિગ બોસ હાઉસમાં સલમાને શું આપી હિન્ટ

શું વરુણના ઘરે બંધાશે પારણું? જાણો સલમાને બિગ બોસ હાઉસમાં સલમાને શું આપી હિન્ટ

ફોટોઃ @varundvn

વરુણ ધવન અને નતાશા દલાલ બોલિવૂડના ક્યૂટ કપલમાંથી એક છે. કપલે 24 જાન્યુઆરી 2021એ લગ્ન કર્યા હતાં. તેમના લગ્નના 2 વર્ષ થવા આવ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર એવો તુક્કો લગાવવામાં આવી રહ્યો છે કે કપલ 'ગુડન્યૂઝ' આપવાનું છે.

    મુંબઈઃ વરુણ ધવન અને કૃતિ સેનનની હૉરર કોમેડી ફિલ્મ 'ભેડિયા' 25 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈને દર્શકો લાંબા સમયથી ખૂબ જ એક્સાઇટેડ છે. ત્યારે કૃતિ સાથે વરુણ પણ ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટ કરવા માટેની કોઈ કસની નથી છોડી રહ્યો. હાલમાં જ બંને ફિલ્મનું પ્રમોશન કરવા માટે સલમાન ખાનના હાસ્ટ શો 'બિગ બોસ 16'ના સેટ પર પહોંચ્યો હતો. જ્યાં સલમાનની સાથે જ શોના કન્ટેસ્ટેન્ટ સાથે ખૂબ મસ્તી કરીી હતી. શો દરમિયાન સલમાને વરુણ પિતા બનવાનો છે તેવી હિન્ટ આપીને સૌ કોઈને હેરાન કરી દીઘા હતાં.

    જણાવી દઈએ કે સલમાને પહેલા ભલે જ આ શોમાં રમૂજી અંદાજમાં કહ્યુ, પરંતુ સોશિયલ મીડિયા પર ભાઈજાનના હિન્ટને લઈને વરુણના ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ છે. આલિયા ભટ્ટ, બિપાશા બાસુ. સોનમ કપૂર બાદ હવે ફેન્સ તુક્કો લગાવી રહ્યા છે કે, વરુણની પત્ની નતાશા પણ ગુડન્યૂઝ આપવાની છે અને વરુણ પિતા બનવાના છે. જોકે, આ વાતમાં કેટલું સત્યુ છે, તે તો સમય આવતા જ ખબર પડશે, પરંતુ સલમાન ખાનની આ વાતને વરુણના પિતા બનવાની અટકળોને હવા આપી છે.

    આ પણ વાંચોઃ Sunil Shende Death: દિગ્ગદજ એક્ટર સુનિલ શેંડેનું નિધન, 'સર્કસ'માં શાહરુખ ખાનના પિતાનું પાત્ર ભજવ્યુ હતું








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)





    હકીકતમાં, જ્યારે બિગ બોસ 16ના સેટ પર કૃતિ સાથે વરુણ ધવન પહોંચ્યો તો સલમાને પહેલા બંનેનું શાનદાર વેલકમ કર્યુ. ત્યારબાદ સલમાને વરુણ ધવન સાથે ગેમ રમે છે. આગળ ક્લિપમાં આંખો પર પાટો બાંદીને વરુણને સોફ્ટ ટોય આપવામાં આવે છે. જેમાં તેમને અપકમિંગ ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ' વિશે જણાવવાનું હોય છે. આ દરમિયાન સલમાન વરુણને સોફ્ટ ટોય આપતા કહે છે, "આ તમારા બાળક માટે". વરુણ તરત સામે જવાબ આપે છે, "બાળક હજુ થયું નથી." જેના પર સલમાન કહે છે, "આ આવ્યુ છે તો બાળક પણ આવી જશે." સલમાનના આ જવાબથી વરુણ શરમાઈ જાય છે.

    આ પણ વાંચોઃ Transformation in Look: શું તમે જોયો નાનકડી ગંગુબાઈનો બોલ્ડ લુક? ટ્રાન્ફોર્મેશન જોઈને થઈ જશો હેરાન

    જણાવી દઈએ કે, વરુણ ધવને 24 જાન્યુઆરી, 2021એ પોતાની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન જીવનમાં બંધાયા છે. કપલના પ્રાઇવેટ લગ્નમાં અમુક જ લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Natasha dalal, Varun dhawan, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन