સલમાન ખાને એક્સ ગર્લફ્રેન્ડ સાથે મનાવ્યું ન્યૂયર, સામે આવ્યા Photos

News18 Gujarati
Updated: January 2, 2020, 10:11 AM IST
સલમાન ખાને એક્સ ગર્લફ્રેન્ડ સાથે મનાવ્યું ન્યૂયર, સામે આવ્યા Photos
સલમાન ખાન

આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સ્ટાર્સ પહોંચ્યા હતા.

  • Share this:
બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન (Salman khan) ઇંડસ્ટ્રીના એવા સ્ટાર છે જે પોતાની ફિલ્મોની સાથે જ વ્યક્તિગત જીવનને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે. સલમાન ખાન જ્યાં પોતાના ગુસ્સા માટે જાણીતા છે. ત્યાં જ સંબંધોને તે એક અલગ રીતે જ જાળવી રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ તેમની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની (Sangeeta Bijlani) વિષ. જે આજે પણ ખાન ફેમેલીના તમામ નાના મોટા પ્રસંગોમાં હાજર રહે છે. હાલમાં જ ન્યૂયર પર પણ કંઇક આવું જ થયું. સલમાન ખાને ન્યૂયરની પાર્ટી કરી હતી, જેના કેટલાક ફોટો (Salman khan new year party photos) વાયરલ થયા છે.

સલમાન ખાને 2020ની પાર્ટી પનવેલ ફાર્મહાઉસમાં આપી હતી. દર વર્ષે અહીં તે 27 ડિસેમ્બર તેમનો જન્મ દિવસ ઉજવે છે. જો કે આ વખતે બહેન અર્પિતા ખાનની ડિલેવરીના કારણે સલમાન ગ્રાન્ડ પાર્ટી નહતી આપી. અને સોહેલ ખાનના ઘર પર નજીકના લોકો સાથે જન્મ દિવસ મનાવ્યો હતો. ત્યારે તે પછી સલમાન ખાને તેના પાનવેલ ફાર્મ હાઉસમાં ન્યૂયરની પાર્ટી આપી હતી.

આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સ્ટાર્સ પહોંચ્યા હતા. જેમાં સલમાન ખાનના નજીકના મિત્રો પણ હતા. આ ન્યૂયર પાર્ટીમાં ખાસ મહેમાનો સાથે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની પણ સામેલ હતી. સલમાની પનવેલ ફાર્મ હાઉસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જેમાં સંગીતા બિજલાની મોર્નિંગ વોક એન્જોય કરતી નજરે પડે છે. તે પાર્ટીમાં હાજર રહેલા અન્ય લોકોની સાથે સવારે ફાર્મ હાઉસમાં વૉક પર નીકળેલી નજરે પડે છે.

તેની સાથે ડેજી શાહ અને સાજીદની પત્ની વર્ધા નાડિયાડવાલા પણ નજરે પડે છે.
બીજા એક ફોટોમાં સલમાન ખાન લોનમાં ચાલી રહ્યા છે અને તે કોઇની સાથે ફોન પર વાતો કરી રહ્યા છે. જો કે સલમાન ખાનની આ પાર્ટીની ઇનસાઇડ તસવીરો બહાર નથી આવી. વર્કની વાત કરીએ તો હાલમાં જ તેમની ફિલ્મ દબંગ 3 આવી છે જેણે સારી કમાણી કરી છે. બીજી તરફ સલમાન ખાનની બહેન અર્પિતાએ તેમના જન્મ દિવસે જ તેમને બીજી વાર મામૂ બનાવ્યા છે. અને અર્પિતા એક બાળકીની માતા બની છે જેનું નામ આયત રાખવામાં આવ્યું છે.
First published: January 2, 2020
વધુ વાંચો
अगली ख़बर