સલમાનના દાદા પણ હતા દબંગ, DIG રહેવા છતાં કદી નહતો પહેર્યો યુનિફોર્મ

News18 Gujarati
Updated: December 27, 2019, 10:06 AM IST
સલમાનના દાદા પણ હતા દબંગ, DIG રહેવા છતાં કદી નહતો પહેર્યો યુનિફોર્મ
સલમાન ખાન

સલમાનના દાદાજી દબંગ જ નહીં ફિલ્મી ઓફિસર હતા

  • Share this:
બોલિવૂડમાં દબંગ ખાનના નામે ઓળખાતા સલમાન ખાનનો 27 ડિસેમ્બર એટલે કે આજે જન્મ દિવસ છે. સલમાન ખાન હાલ 54 વર્ષના થયા. જો કે આજના દિવસે સલમાન ખાન વિષે અનેક રસપ્રદ વાતો તમને જાણવા મળશે. જે સલમાનના ફેન્સને ખબર જ હશે. પણ આજે સલમાન ખાન વિષે અમે તમને એવી વાત જણાવીશું જે તમે આ પહેલા નહીં ખબર હોય. તે વાત એ છે કે ભલે રૂપેરી પડદે સલમાન પોલીસ ઇન્સપેક્ટરનો રોલ ભજવતા હોય પણ સલમાનના દાદા અબ્દુલ રાશિદ ખાન પોતે DIG રહી ચૂક્યા છે. જાસિમ ખાને પોતાના પુસ્તક બીઇંગ સલમાનમાં સલમાન ખાનના દાદા અબ્દુલ રાશિદ ખાન વિષે વિસ્તારમાં અનેક રસપ્રદ વાતો જણાવી છે.

અને આ તમામ વાતો વાંચીને તમને પણ લાગશે કે ખરેખરમાં સલમાન ખાનની આ દબંગાઇ ક્યાંથી આવી છે. બીઇંગ સલમાન વાંચીને લાગે છે કે જે રીતનું વ્યક્તિત્વ સલમાન ખાનનું છે તેવું જ તેમના દાદાનું પણ એક જમાનામાં વ્યક્તિત્વ હતું.

પુસ્તક મુજબ જાસિમ ખાન જ્યારે ઇન્દોર એક સ્ટેટ હતું તે વખતે પોલીસમાં પોતાની સેવા આપતા હતા. 1915માં સલમાન ખાનના દાદા અબ્દુલ રાશિદ ખાને પુલિસ સર્વિસ ઓફ હોલકર જ્વોઇન કરી હતી અને તેમને સીધા ડિપ્યુટી સુપરીટેડેન્ટ ઓફ પોલિસની પોસ્ટ આપવામાં આવી હતી. અને તે DIGની પોસ્ટથી રિટાયરમેન્ટ થયા હતા. તે વખતે આઇજી પછી પોલિસ ડિપોર્ટમેન્ટમાં તે સૌથી મોટી પોસ્ટ માનવામાં આવતી હતી.

પુસ્તકમાં છપાયેલી માહિતી મુજબ સલમાન ખાનના દાદાજી કદી યુનિફોર્મ નહતા પહેરતા. અને મોટેભાગે ખુલી જીપમાં ફરતા. પુસ્તકમાં તે પણ લખવામાં આવ્યું છે કે સલમાનના દાદાજી કદી પોતાની પાસે રિવૉલ્વર નહતા રાખતા અને ના તો તેમના ઘરમાં કદી તાળું લાગતું. પુસ્તકમાં તે વાતનો ઇશારો પણ કરવામાં આવ્યો છે કે સલમાનના દાદાજી દબંગ જ નહીં ફિલ્મી ઓફિસર પણ રહ્યા છે. કારણ કે તેમની અંડર કામ કરનાર ઓફિસર તેમને સર નહીં પણ મિયાં કહીને બોલાવતા હતા. જો કે સલમાન ખાન જ્યારે પણ પોલિસ ઓફિસરનો રોલ ભજવે છે ત્યારે તેમની એક્ટિંગ દેખતા જ બને છે.
First published: December 27, 2019, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading