સાજિદ નડિયાદવાલાની પત્ની વરદા દિવ્યા ભારતીના પિતાને 'Dad' કહીને બોલાવતી, પોસ્ટ હવે ચર્ચામાં

દિવ્યા ભારતી, સાજિદ નડિયાદવાલા અને વરદા નડિયાદવાલા

વરદાએ દિવ્યા ભારતીના પિતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે અને સાજિદ તેની સાથે જોવા મળે છે.

 • Share this:
  મુંબઈઃ દિવ્યા ભારતી (Divya Bharti)ના પિતા ઓમ પ્રકાશ ભારતી (Om Prakash Bharti)નું બે દિવસ પહેલા અવસાન થયું હતું. ઓમ પ્રકાશ ભારતીની અંતિમ યાત્રામાં દિવ્યા ભારતીના પતિ અને બોલિવૂડ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala)એ પણ હાજરી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, દિવ્યા ભારતીના પિતાના અંતિમ દિવસોમાં પણ સાજિદ નડિયાદવાલા તેમની સાથે હતા. આ દરમિયાન સાજિદની પત્ની વરદા (Warda Nadiadwala)ની એક પોસ્ટ હેડલાઇન્સમાં છે. વરદાએ દિવ્યા ભારતીના પિતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે અને સાજિદ તેની સાથે જોવા મળે છે.

  વરદા દ્વારા શેર કરાયેલી એક તસવીરમાં ઓમ પ્રકાશ ભારતી સાજિદ નડિયાદવાલા સાથે એક ઈવેન્ટમાં હસતા જોવા મળે છે અને એકમાં તે વરદા સાથે સેલ્ફી માટે પોઝ આપી રહ્યા છે. તસવીરો શેર કરતા વર્દાએ કેપ્શનમાં લખ્યું- 'પપ્પા, તમે અમને ખૂબ યાદ આવશો. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. કુણાલ ભારતી મજબૂત રહે.

  હવે સાજિદ નડિયાદવાલાની પત્નીની આ પોસ્ટ પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. ઘણા યૂઝર્સ વરદાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને શેમ ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એક ઈન્ટરવ્યુમાં વરદાએ દિવ્યા ભારતી વિશે વાત કરતા કહ્યું હતું કે, આજે પણ દિવ્યાનું તેના પરિવારમાં એક ખાસ સ્થાન છે.

  દિવ્યા વિશે વાત કરતાં વરદાએ કહ્યું હતું કે- 'ભલે સાજિદના બીજા લગ્ન મારી સાથે થયા હતા, પરંતુ મેં જીવનમાં ક્યારેય દિવ્યાનું સ્થાન લેવાનો પ્રયાસ કર્યો નથી. તમે અંદાજો લગાવી શકો છો કે દિવ્યા અમારી કેટલી નજીક છે, મારા બાળકો જ્યારે પણ તેની ફિલ્મો જુએ છે, ત્યારે તેઓ તેને બડી મમ્મી કહે છે. તેણે કહ્યું કે આજે પણ અમારા પરિવાર અને દિવ્યાના પરિવારના સભ્યો વચ્ચે સારા સંબંધો છે અને સાજિદ આજે પણ તેના પિતાને પુત્રની જેમ મળે છે.'

  આ પણ વાંચો'કભી અલવિદા ના કહેના'માં શાહરૂખના પુત્રનો રોલ કરનાર આ છોકરી આજે છે ડિજિટલ સુપરસ્ટાર

  વરદાએ આગળ કહ્યું હતું કે- 'મેં સાજિદના જીવનમાં મારી પોતાની જગ્યા બનાવી છે, ક્યારેય દિવ્યાને રિપ્લેસ કરવાનો પ્રયાસ કર્યો નથી. હું લોકોને વિનંતી કરું છું કે તે મને ટ્રોલ કરવાનું બંધ કરે.' સાજિદ નડિયાદવાલાના પહેલા લગ્ન દિવ્યા ભારતી સાથે થયા હતા. બંનેએ ગુપ્ત રીતે દિવ્યા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 1993માં દુ:ખદ સંજોગોમાં તેમનું અવસાન થયું હતું. જે બાદ સાજિદે વરદા સાથે લગ્ન કરી લીધા.
  Published by:kiran mehta
  First published: