મુંબઈઃ પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટી તેની પહેલી સુપરકોપ વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ દરમિયાન તેને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેની બે આંગળીઓને ટાંકા લેવા પડ્યા છે. અકસ્માતના ફક્ત 12 કલાકની અંદર રોહિત શેટ્ટી ફરી એકવાર સેટ પર આવી ગયો હતો. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ અકસ્માત બાદનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો છે.
એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટીની વેબ સ્ટોરીમાં લીડ રોલનું પાત્ર ભજવી રહ્યો છે. અકસ્માતની તરત બાદ રોહિત શેટ્ટી જ્યારે સેટ પર પહોંચ્યો ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના વખાણ કરતા વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં કામ કરતા તમામ ક્રૂ મેમ્બર પણ જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેના હાથની આંગળીઓ પર પટ્ટી બાંધેલી છે. આ સિવાય કોણીની પાસે પણ પટ્ટી પણ જોવા મળી રહી છે.
વિડીયોમાં રોહિત શેટ્ટી કહેતા જોવા મળી રહ્યા છે કે બહુ કંઈ થયું નથી. માત્ર બે આંગળીઓમાં ટાંકા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા કહે છે કે 12 કલાક પણ વીતી નથી અને રોહિત સર સેટ પર પાછા ફર્યા છે. વિડીયો શેર કરતા તેણે લખ્યું, “એક સાચા માસ્ટર ઉદાહરણ દ્વારા આગળ વધે છે. આપણે બધા તેના દિગ્દર્શિત એક્શન સીન્સ પ્રત્યેના તેના જુસ્સા અને પ્રેમને જાણીએ છીએ. ગઈકાલે રાત્રે કાર સ્ટંટ કરતી વખતે તે ઘાયલ થયો હતો.
સિદ્ધાર્થે રોહિત શેટ્ટીને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો
સિદ્ધાર્થ મલ્હોત્રાએ રોહિત શેટ્ટીને પોતાના અને તમામ ક્રૂ મેમ્બર્સ માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય અને ઈશા તલવાર જેવા કલાકારો પણ જોવા મળશે. રોહિત શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ સીરીઝથી વેબ સીરીઝમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. તે આવતા વર્ષે રિલીઝ થશે. તે એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર