મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિવંગત વિલાસરાવ દેશમુખના દીકરા એક્ટર રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાની કંપનીએ 116 કરોડ રુપિયાની લોન લેવામાં ગડબડીના આરોપે રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અને અભિનેતા રિતેશ દેશમુખ અને તેમની પત્ની જેનેલિયા દેશમુખ લાતૂરમાં તેમની કૃષિ-પ્રસંસ્કરણ કંપની માટે 116 કરોડ રુપિયાની લોન આપવામાં સહકારી બેન્કોની તરફથી ગડબડ કરવાના આરોપ બાદજ આ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ગયા મહિને લાતૂર જિલ્લામાં ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ગયા મહિને મહા વિકાસ અઘાડી (AVM) સરકાર દરમિયાન કૃષિ-પ્રસંસ્કરણ કંપની દેશ એગ્રો પ્રાઇવેટ લિમીટેડને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (AIDC)ના પ્લોટ અને તેમના ગૃહનગર લાતૂરમાં મળ્યો હતો.
મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી અતુલ સાવેએ કહ્યુ કે રાજ્યના ભાજપ નેતાઓએ એ પણ આરોપ લગાવ્યો હતો કે, કંપનીએ 4 ઓક્ટોબર, 2021માં પંઢરપુર શહેરી સહકારી બેન્ક પાસેથી લોન લેવા માટે આવેદન કર્યુ હતું અને બેન્કે 27 ઓક્ટોબરે 4 કરોડ રુપિયાની લોનની મંજૂરી આપી દીધી છે. કંપનીએ લાતૂર જિલ્લામાં કેન્દ્રીય સહકારી બેન્ક પાસેથી લોન લેવા માટચે અરજી કરી અને કંપનીએ 61 કરોડ રુપિયાની લોન 27 ઓક્ટોબરે મંજૂર કરી દીધી હતી. બેન્ક પાસે બીજી એક 55 કરોડની લોન 25 જુલાઈ, 2022એ મંજૂર કરી હતી. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે બેન્કોએ જરૂરી જાણ્યા વિના જ રિતેશ દેશમુખની કંપનીને ફંડિંગની મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યુ કે ભાજપ લાતૂર જિલ્લા અધ્યભ ગુરુનાથ માગેએ આ મુદ્દાને ઉઠાવવા માટે એક પત્ર લખ્યો છે. મને એમઆઈડીસી વિશે કંઈપણ ખબર નથી, પરંતુ મેં આ જાણવા માટે તપાસનો આદેશ આપ્યો છે કે, શું બેન્કની તરફથી કોઈ ગડબડ કરવામાં આવી હતી. મંત્રીએ કહ્યુ કે ઉપ જિલ્લા રજિસ્ટ્રાર ફન્ડિંગની તપાસ કરશે અને એ તપાસ કરશે કે લોન લેવા માટે કોઈ જરુરી પર્યાપ્ત સિક્યોરિટી સુનિશ્ચિત કરવામાં આવી હતી કે નહીં.
તપાસમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવશે કે ક્યાંય કોઈ ગેરકાયદાકીય કામ તો નથી થયું ને. નોંધનીય છે કે રિતેષ દેશમુખ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના તેના દિવંગત વિલાસરાવ દેશમુખના પુત્ર છે. તેનો મોટો ભાઈ અમિત એવીએમ સરકારમાં મંત્રી હતી અને તેનો નાનો ભાઈ લાતૂર ગ્રામીણ ક્ષેત્રથી ધારાસભ્ય હતો.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર