મુંબઈ. દિવંગત અભિેનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) અને રણધીર કપૂર (Randhir Kapoor)ના નાના ભાઈ દિગ્ગજ અભિનેતા રાજીવ કપૂર (Rajeev Kapoor)નું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. તેઓએ ચેમ્બૂરમાં ઇલેક્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રણધીર કપૂર પોતાના ભાઈને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર શરૂ થતાં પહેલા જ રાજીવ કપૂરનું (Rajeev Kapoor Passes Away) નિધન થઈ ગયું.
મળતી માહિતી મુજબ, હૃદયરોગનો હુમલો થતાં રણધીર કપૂર નાના ભાઈ રાજીવ કપૂરને લઈ હૉસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રણધીર કપૂરે પણ નાના ભાઈના નિધનની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું કે, મેં મારા સૌથી નાના ભાઈ રાજીવને ગુમાવ્યો છે. તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. ડૉક્ટરોએ તમામ પ્રયાસ કર્યા પરંતુ તેમને બચાવી ન શકાયા.
તેઓએ વધુમાં કહ્યું કે, હું હૉસ્પિટલમાં છું અને મારા નાના ભાઈના પાર્થિવદેહને સોંપવામાં આવે તેની રાહ જોઈ રહ્યો છું. દિવંગત અભિનેતા ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂરે (Nitu Kapoor) પણ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવ કપૂરના નિધનની પુષ્ટિ કરી છે. તેઓએ રાજીવ કપૂરનો એક ફોટો શૅર કર્યો છે.
નીતૂ કપૂરે તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, Rest in Peace. નીતૂ કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીની બહાર લોકોએ રાજીવ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજીવ કપૂરે પોતાના પિતા રાજ કપૂર (Raj Kapoor)ના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ (Ram Teri Ganga Mailii) થી પોતાની ઓળખ ઊભી કરી હતી. ત્યારબાદ તેઓ કેટલીક અન્ય ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેઓએ ઋષિ કપૂરની લીડ રોલવાળી ફિલ્મ ‘પ્રેમ ગ્રંથ’ (Prem Granth)નું ડાયરેક્શન પણ કર્યું હતું.
રાજીવ કપૂર નાગ, નાગિન અને અંગારે જેવી ફિલ્મોમાં પણ એક્ટર તરીકે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ આ અબ લૌટ ચલેને પ્રોડ્યૂસ કરી હતી.
રાજીવ કપૂરના વચલા ભાઈ ઋષિ કપૂરનું નિધન 7 મહિના પહેલા થયું હતું. બે વર્ષ સુધી કેન્સર સામે લડ્યા બાદ 30 એપ્રિલ, 2020ના રોજ 67 વર્ષની ઉંમરે ઋષિ કપૂરે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર