‘ઋષિ કપૂર છેલ્લા શ્વાસ સુધી હૉસ્પિટલના સ્ટાફને હસાવતા રહ્યા’, કપૂર પરિવારે આવી રીતે કર્યા યાદ

‘ઋષિ કપૂર છેલ્લા શ્વાસ સુધી હૉસ્પિટલના સ્ટાફને હસાવતા રહ્યા’, કપૂર પરિવારે આવી રીતે કર્યા યાદ
‘ઋષિ કપૂર ઈચ્છતા હતા કે આપણે તેમને હંમેશા હસતા અને સ્મિત સાથે યાદ રાખીએ ન કે આંસુઓ સાથે’

‘ઋષિ કપૂર ઈચ્છતા હતા કે આપણે તેમને હંમેશા હસતા અને સ્મિત સાથે યાદ રાખીએ ન કે આંસુઓ સાથે’

 • Share this:
  મુંબઈઃ દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor)એ ગુરુવાર સવારે 8.45 વાગ્યે પોતાના છેલ્લા શ્વાસ લીધા. તેઓ 67 વર્ષના હતા. તેમના નિધનની જાણકારી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ટ્વિટ કરીને આપી. અમેરિકામાં કેન્સરની સારવાર કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફરેલા અભિનેતા ઋષિ કપૂરને સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે કેટલાક દિવસોથી મુંબઈની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અવસાન બાદ હવે ઋષિ કપૂરના પરિવારે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

  ઋષિ કપૂરઅના પરિવારે પોતાના જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, અમારા વ્હાલા ઋષિ કપૂર બે વર્ષ સુધી લ્યૂકેમિયાથી લડ્યા બાદ આજે સવારે 8.45 વાગ્યે હૉસ્પિટલમાં અમને સૌને છોડીને ચાલ્યા ગયા. ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફનું કહેવું છે કે તેઓ છેલ્લા શ્વાસ સુધી તમામનું મનોરંજન કરતા રહ્યા હતા. તેઓ કેન્સર સામેની લડાઈના બે વર્ષમાં હંમેશા દૃઢ નિશ્ચય અને જિંદાદિલ રહ્યા હતા. પરિવાર, મિત્રો, ખાવાનું અને ફિલ્મો હંમેશા તેમના ધ્યાનમાં રહેતા હતા અને જે પણ તેમને મળતું હતું તે જોઈને દંગ હતું કે તેઓ આ બીમારીનો સામનો કરવા છતાંય તેઓ બીમારીને પોતાની પર હાવી નથી થવા દેતા.
  આ પણ વાંચો, જ્યારે મોત સામે જંગ લડી રહેલા ઋષિ કપૂરે દીકરા રણબીરને કહી હતી દિલની વાત, પૂછ્યા હતા આ સવાલ

  પરિવાર દ્વારા જાહેર નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ સમગ્ર દુનિયાના પોતાના પ્રશંસકો દ્વારા મોકલવામાં આવેલા પ્રેમથી અભિભૂત છે. તેમના આ છેલ્લા દિવસોમાં અમને એક જ વાત સમજમાં આવી કે તેઓ ઈચ્છતા હતા કે અમે તેમને હંમેશા હસતા અને સ્મિત કરીને તેમને યાદ રાખીએ ન કે આંસુઓ સાથે. અમને વ્યક્તિગત રીતે ક્ષતિ થઈ છે. સાથોસાથ અમે સમજીએ છીએ કે સમગ્ર દુનિયા એક ભયાનક સંકટનો સામનો કરી રહી છે. એવામાં અનેક પ્રકારના પ્રતિબંધો છે. અમે તેમના તમામ પ્રશંસકો અને પ્રેમ કરનારાઓને બસ એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ સમયમાં પણ નિયમોનું પાલન કરો અને પ્રતિબંધોને સમજે. તેઓ પણ આવું જ ઈચ્છતા હતા..

  આ પણ વાંચો, બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન, કેન્સરથી પીડિત હતા
  Published by:News18 Gujarati
  First published:April 30, 2020, 11:09 am