મરતાં પહેલા પાકિસ્તાન જોવા માંગતા હતા ઋષિ કપૂર, કહેતા હતા- કાશ્મીરનો દેવાદાર રહીશ

મરતાં પહેલા પાકિસ્તાન જોવા માંગતા હતા ઋષિ કપૂર, કહેતા હતા- કાશ્મીરનો દેવાદાર રહીશ
હું આજીવન કાશ્મીરને પ્રેમ કરતો રહીશ અને તેનો દેવાદાર પણ રહીશઃ ઋષિ કપૂર

હું આજીવન કાશ્મીરને પ્રેમ કરતો રહીશ અને તેનો દેવાદાર પણ રહીશઃ ઋષિ કપૂર

  • Share this:
    મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓએ ગુરુવારે આ દુનિયાને અલવિદા કહી દીધી. કપૂર પરિવારની ત્રીજી પેઢીનો આ લોકપ્રિય સિતારાની હવે યાદો જ આપણી પાસે છે. કપૂર પરિવાર એક સમયે પાકિસ્તાન (Pakistan)થી ભારત આવ્યો હતો. આ જ કારણે ઋષિ કપૂરના દિલમાં પાકિસ્તાન માટે હંમેશા સ્થાન હતું. તેઓ મરતાં પહેલા પાકિસ્તાન જવા માંગતા હતા. તેમની આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ. ઋષિ કપૂર પોતાને કાશ્મીર (Kashmir)ના દેવાદાર પણ કહેતા હતા.

    1970-80ના દશકમાં લોકોને રોમાન્સ શીખવાડનારા ઋષિ કપૂર હંમેશા પોતાના દિલની વાત સાંભળતા અને કહેતા હતા. તેના કારણે અનેકવાર તેઓ વિવાદોમાં પણ ઘેરાયા હતા. પાકિસ્તાન અને કાશ્મીર વિશે પણ તેઓ પોતાનો મત રજૂ કરતા હતા. મોટાભાગના લોકોને જાણ છે કે કપૂર પરિવારનો સંબંધ પાકિસ્તાનના પેશાવર સાથે છે. પૃથ્વીરાજ કપૂર પોતાના પરિવાર અને સગા-વહાલાની સાથે ભારત આવ્યા અને પછી મુંબઈમાં સ્થાયી થયા.



    કપૂર પરિવારે કાશ્મીરમાં અનેક ફિલ્મોનું શૂટિંગ કર્યું. ખુદ ઋષિ કપૂરની 15 ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું છે. તેમની પહેલી અને સૌથી જાણીતી ફિલ્મ બૉબીનું સૌથી લોકપ્રિય ગીત પણ અહીં જ શૂટ થયું હતું. આ ફિલ્મના નામે ગુલમર્ગ અને પહલગામમાં એક-એક હટ આજે પણ છે.

    વચ્ચેના વર્ષોમાં કાશ્મીરમાં આતંકવાદના કારણે શૂટિંગ બંધ થઈ ગયું હતું. આતંકવાદ ઓછો થયા બાદ ઋષિ કપૂર 23 વર્ષ બાદ 2011માં કાશ્મીર ગયા ત્યારે તેમણે કહ્યું કે, આ ગુલમર્ગ, આ જ કાશ્મીર છે. હું આજે જે પણ છું, આ જગ્યાએ મને બનાવ્યો છે. અમારો પરિવારનો કાશ્મીરની માટી સાથે સંબંધ છે. હું આજીવન કાશ્મીરથી પ્રેમ કરતો રહીશ અને તેનો દેવાદાર પણ રહીશ. મેં કાશ્મીરમાં તે બધા સ્થળોએ નિર્ણય કર્યો છે જયાં મારા પિતાએ મારી પહેલી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.

    ઋષિ કપૂરના મોતના સમાચાર આવ્યા તો સોશિયલ મીડિયા પર તેમને યાદ કરનારા લોકોની જુવાળ આવી ગયો. સૌથી વધુ ચર્ચા ઋષિ કપૂરની પહેલી ફિલ્મ બૉબી માટે જ થઈ. લોકોએ કહ્યું કે ઋષિ કપૂરે રોમાન્સને અલગ અંદાજ આપ્યો. આવું કહેનારાઓમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સામેલ છે.

    આ પણ વાંચો, ‘ઋષિ કપૂર છેલ્લા શ્વાસ સુધી હૉસ્પિટલના સ્ટાફને હસાવતા રહ્યા’, કપૂર પરિવારે આવી રીતે કર્યા યાદ

    ઋષિ કપૂર પાકિસ્તાન અને કાશ્મીરના મુદ્દાને લઈ હંમેશા બોલતા હતા. અનેકવાર તેઓ વિવાદોમાં પણ ઘેરાયા હતા. જેમ કે, 2017માં જ્યારે તેઓએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને જવાબ આપતાં ટ્વિટ કર્યું કે, ફારૂક અબ્દુલ્લાજી, સલામ, હું આપ સાથે સહમત છું. જમ્મુ-કાશ્મીર અમારું છે અને PoK તેમનું. આપણે આ સમસ્યાને આવી રીતે ઉકેલી શકીએ છીએ. તેનો સ્વીકાર કરી લો. હું હવે 65 વર્ષનો છું અને મરતાં પહેલા પાકિસ્તાન જોવા માંગું છું. હું ઈચ્છું છું કે મારા બાળકો પોતાના મૂળીયા જુએ. બસ આટુલું કરાવો દો. જય માતા દી.


    નોંધનીય છે કે, કપૂર પરિવારનું કાશ્મીર સાથે ખાસ કનેક્શન છે. પૃથ્વીરાજ કપૂર 1940માં પોતાના થિયેટર ગ્રુપ સાથે બે મહિના માટે કાશ્મીર ગયા હતા. રાજકપૂર પહેલા ફિલ્મમેકર હતા જેઓએ કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ શરૂ કર્યું. શમ્મી કપૂર અને શશી કપૂરની અનેક ફિલ્મ કાશ્મીરમાં શૂટ થઈ. ઋષિ કપૂરે 1972થી 1988ની વચ્ચે કાશ્મીરમાં 15 ફિલ્મોનું શૂટિંગ કર્યું. રણબીર કપૂર (Ranbir Kapoor)ની ફિલ્મ રોકસ્ટારનું શૂટિંગ પણ કાશ્મીરમાં થયું છે.

    આ પણ વાંચો, ‘જાને સે પહેલે, એક આખરી બાર મિલના ક્યૂં જરૂરી હોતા હૈ’, ઋષિ કપૂરના યાદગાર ડાયલૉગ્સ
    Published by:News18 Gujarati
    First published:May 01, 2020, 10:50 am

    ટૉપ ન્યૂઝ