ઋષિ કપૂરની સરકારને અપીલ, 'લોકડાઉનમાં સાંજે થોડી વાર માટે દારૂ દુકાનો ખોલી દો!'

ઋષિ કપૂરે આ મામલે કહ્યું કે કોઇ પણ સામાજીક સ્થિતિ અને વિશ્વાસથી માનનારા તમામ ભાઇ બહેનોને અપીલ, કૃપયા હિંસા, પથ્થર ફેંકવા કે ભડવવા જેવી ઘટનાનો સહારો ન લો. ડોક્ટર્સ, નર્સ, સ્વાસ્થય કર્મી, પોલીસ આ તમામ પોતાના જીવને ખતરામાં મુકીને તમારો જીવ બચાવી રહ્યા છે. તેમની સાથે મળીને કોરોના વાયરસ વિરદ્ધ જીતમાં સાથ આપો. જય હિંદ.

વધુમાં ઋષિ કપૂર કહ્યું કે આમ પણ બ્લેકમાં તો દારૂ મળે છે પણ આ તો...

 • Share this:
  કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે. દૂધ, કરીયાણાં અને મેડિકલની દુકાનોને છોડીને તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. લોકો પોત પોતાના ઘરમાં કેદ છે. તેવામાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે બે ટ્વિટ કરીને સરકારને અપીલ કરી છે. તેમણે કોરોના વાયરસના લોકડાઉનના સમયે દારૂની દુકાનોને સાંજે થોડા સમય માટે ખોલવાની માંગ કરી છે. સાથે જ કહ્યું છે કે આમ પણ તેની કાળાબજારી તો ચાલે છે તો પછી વાંધો શું છે. જો કે તેમની આ ટ્વીટ પર લોકો તેમને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા ઋષિ કપૂરે સરકારને કટોકટી જાહેર કરવાની માંગ કરી હતી. અને હવે તેમણે આ માંગ કરી છે. જેની પરથી પણ અનેક લોકોની પ્રતિક્રિયા આવી રહી છે.


  ઋષિ કપૂરે ટ્વિટમાં લખ્યું છે કે તમામ રાજ્ય સરકારોએ સાંજના સમયે દારૂની દુકાનો થોડા સમય માટે ખોલી દેવી જોઇએ. મને ખોટો નહીં સમજતા. લોકડાઉનના સમયે માણસ ઘરે બેસી ડિપ્રેશનમાં જીવવા મજબૂર છે. આ સમયે ડોક્ટરો અને પોલીસને પણ તણાવથી મુક્તિ જોઇએ. આમ પણ બ્લેકમાં તો બધે વહેંચાય જ છે.


  જો કે હવે તેમની આ ટ્વિટ પર લોકોએ તેમને ટ્વિટ કર્યા છે. એક વ્યક્તિ કહ્યું જ્યાં અમારી સ્ટ્રગલ પૂરી નથી થતી ત્યાં તેમની શરૂ થાય છે. અન્ય એક યુઝરે કહ્યું પરેશાન મગજ સાથે શરાબ પીવું ખતરનાક બની શકે છે. જ્યાં કેટલાક લોકોએ આ વાતને વખોડી તો કેટલાક તેનું સમર્થન પણ કર્યું. તો કેટલાક કહ્યું બધી દુકાનો બંધ છે તો દારૂની દુકાનો ખોલવી અયોગ્ય છે.
  Published by:Chaitali Shukla
  First published: