ઋષિ કપૂર ભરાયા ગુસ્સે કહ્યું, હવે તો કટોકટી જ છે ઉપાય

ઋષિ કપૂર ભરાયા ગુસ્સે કહ્યું, હવે તો કટોકટી જ છે ઉપાય
ઋષિ કપૂર

"પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે બીજો કોઈ રસ્તો નથી." : ઋષિ કપૂર

 • Share this:
  કોરોના વાયરસને (Coronavirus) કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે લોકોને 21 દિવસ સુધી પોતાના ઘરમાં જ દરેક કામ છોડીને બંધ રહેવું પડશે. આ દરમિયાન બોલીવુડ સ્ટાર્સ પણ તેમના ઘરમાં જ રહી રહ્યા છે. જો કે બીજી તરફ તેવા પણ સમાચારો આવ્યા છે જેમાં મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓને લોકો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. જેને જોઇને બોલિવૂડ સ્ટાર ઋષિ કપૂર ખૂબ ગુસ્સે ભરાય છે.

  ઋષિ કપૂર કોરોનાના કારણે સોશિયલ મીડિયા પર સ્ટાર્સ ખૂબ જ એક્ટીવ થઇ ગયા છે. તેઓ સતત ટ્વિટર પર પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેણે એક પોસ્ટમાં જબરદસ્ત ગુસ્સો વ્યક્ત કર્યો છે.ઋષિ કપૂરે તો પોતાના ટ્વીટમાં કટોકટી જાહેર કરવાની માંગ કરી છે. ટીવી પર પોલીસને માર મારતો વીડિયો જોઇને તે ગુસ્સે થયા છે. આ ટ્વિટ મુજબ તેની નારાજગીનું કારણ પોલીસ અને મેડિકલ સ્ટાફને માર મારવાનું છે. તેમણે ટ્વિટર પર લખ્યું- 'પ્રિય ભારતીયો, અમારે કટોકટી જાહેર કરવી પડશે. જુઓ આખા દેશમાં શું ચાલી રહ્યું છે? ટીવી અનુસાર લોકો પોલીસ અને મેડિકલ સ્ટાફને માર મારી રહ્યા છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. ફક્ત આ કરવાનું આપણા બધા માટે સારું રહેશે. આને કારણે ગભરાટની સ્થિતિ ફેલાઈ રહી છે.'
  આ ટ્વિટ દ્વારા ઋષિ કપૂરે કહ્યું છે કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા કટોકટીની જાહેરાત કરવી જોઈએ. આ ટ્વીટ પર ઋષિ કપૂરની જબરદસ્ત પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકોએ તેમને સપોર્ટ કર્યો છે તો કેટલાક લોકોએ તેમની આ વાતનો વિરોધ પણ કર્યો છે. તમને જણાવી દઇએ કે બોલીવુડ અભિનેતા ઋષિ કપૂર કોરોનાવાયરસને લઈને સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે. અગાઉ ઋષિ કપૂર ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશભરમાં લોકડાઉન કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે ટ્વિટર દ્વારા લોકડાઉનનો વિરોધ કરનારા લોકોને ખરીખોટી સંભળાવી પણ હતી.
  Published by:News18 Gujarati
  First published:March 27, 2020, 17:30 pm

  ટૉપ ન્યૂઝ