ઋષિ કપૂરના નિધન પછી પુત્રી રિદ્ધિમાએ શેર કરી આ ઇમોશનલ પોસ્ટ

ઋષિ કપૂરના નિધન પછી પુત્રી રિદ્ધિમાએ શેર કરી આ ઇમોશનલ પોસ્ટ
રિદ્ધિમા પિતા ઋષિ કપૂર સાથે

" હું દરરોજ આવતા તમારા ફેસટાઇમ કોલને હવેથી રોજ મિસ કરીશ." - રિદ્ધિમા

 • Share this:
  અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor Passes Away) આજે એટલે કે 30 એપ્રિલના રોજ દુનિયાને વિદાય આપી પરલોક જતા રહ્યા છે. તે લાંબા સમયથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. અને ગત મોડી રાતે તેમની તબિયત બગડતા તેમની આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ આજે સવારે તેમના નિધનના સમાચાર આવ્યા છે. જેમણે તેમના ફેન્સ અને બોલીવૂડના તમામ લોકોને હચમચાવીને રાખી દીધા છે. તમામ લોકો સોશિયલ મીડિયા દ્વારા ઋષિ કપૂરને શ્રદ્ધાજંલિ આપી રહ્યા છે. જો આ વચ્ચે ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર (Riddhima kapoor) પોતાના પપ્પાને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ભાવુક પોસ્ટ શેર કરી છે.

  રિદ્ધિમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઋષિ કપૂર સાથે એક તસવીર શેર કરતા કહ્યું કે - પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું. અને હંમેશા કરતી રહીશ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે મારા સૌથી મજબૂત યૌદ્ધા. હું દરરોજ આવતા તમારા ફેસટાઇમ કોલને હવેથી રોજ મિસ કરીશ. જ્યાં સુધી આપણે ફરી નથી મળતા પપ્પા આઇ લવ યૂ - તમારી Mushk Forever સાથે જ તેણે લવ યુ પપ્પા, RIP પણ લખ્યું હતું.  ઉલ્લેખનીય છે કે રિદ્ધિમા હાલ મુંબઇમાં નથી. તે દિલ્હી રહે છે. અને તેમને ગૃહમંત્રાલયથી તેમના પિતાના નિધન બાદ ખાસ પરવાનગી માંગી છે. અને પ્રશાસને તેમનું રસ્તાના માર્ગે મુંબઇ જવાની અનુમતિ આપી છે. ઉલ્લેખનીય છે કે રિશિ કપૂર કપૂર ખાનદાનની ત્રીજી પેઢીમાં આવે છે. ઋષિ કપૂરના પરિવારમાં તે, તેમની પત્ની નીતૂ કપૂર, પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે બેટી રિદ્ધિમા કપૂર સાહની પોતાના પિતાને છેલ્લીવાર જોવા ઇચ્છતી હતી. અને આ માટે જ તેમણે પોતાના પરિવારની સાથે દિલ્હીથી મુંબઇ જવાની અનુમતિ માંગી હતી. જેને સ્થાનિક અધિકારીઓએ મંજૂર કરી છે.
  Published by:News18 Gujarati
  First published:April 30, 2020, 16:37 pm

  ટૉપ ન્યૂઝ