Home /News /entertainment /સેનાના 'અપમાન' પર વિવાદ, ગલવાનવાળા નિવેદન પર રિચા ચઢ્ઢાએ માંગી માફી

સેનાના 'અપમાન' પર વિવાદ, ગલવાનવાળા નિવેદન પર રિચા ચઢ્ઢાએ માંગી માફી

ફોટોઃ @therichachadha

Richa Chadha Tweet On Galwan: બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાના એક ટ્વીટને લઈને તેણીની આલોચના થઈ રહી છે. રિચા પર સેનાના અપમાનનો આરોપ લગાવી રહ્યા છે.

    મુંબઈઃ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પોતાના એક ટ્વીટ બાદ વિવાદોમાં ફસાઈ ગઈ છે. એક્ટ્રેસે પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીર (PoK)ને લઈને ટ્વીટ કરી હતી, જેને લઈને વિવાદ શરુ થયો છે. રિચાએ સેનાના અધિકારીના નિવેદનને રિટ્વીટ કરતા 'ગલવાન સેઝ Hi' લખ્યુ. હવે સોશિયલ મીડિયા પર રિચા ચઢ્ઢાની આ ટ્વીટની ખૂબ જ આલોચના થઈ રહી છે. ભાજપના નેતાઓ તેને શરમજનક કહી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વિવાદ વધવા પર એક્ટ્રેસે અન્ય એક નિવેદન આપીને માફી માંગી છે.

     


    રિચા ચઢ્ઢાએ માંગી માફી


    આ મામલે વિવાદ વધતા જોઈને એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ માફી માંગી છે. તેણીએ એક નિવેદન ટ્વીટ કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે જે ત્રણ શબ્દોથી વિવાદ થઈ રહ્યો છે તેનાથી જો કોઈને ખરાબ લાગી રહ્યુ છે તો હું માફી માંગુ છુ. મારો આ ઈરાદો ક્યારેય ના હોય શકે.



    આ પણ વાંચોઃ લગ્નના 10 વર્ષ બાદ માતા બનશે 'બાલિકા વધૂ'ની આ એક્ટ્રેસ, શેર કર્યો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો

    મનજિંદરક સિંહ સિરસાએ ટ્વીટ કરીને જણાવ્યુ શરમજનક


    ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ રિચા ચઢ્ઢાના ટ્વીટને શરમજનક જણાવી છે. તેણે કહ્યુ કે તેણીએ જલ્દી આને પાછી લઈ લેવી જોઈએ. આ અમારી આર્મીનું અપમાન છે જે યોગ્ય નથી.



    આ પણ વાંચોઃ શુભમન ગિલે આપી ઉર્વશી-પંતના રિલેશન અંગે પ્રતિક્રિયા, કહ્યું- “રિષભ તરફથી કંઇ નથી”

    રિચા ચઢ્ઢાને કહ્યુ થર્ડ ગ્રેડ એક્ટ્રેસ


    મનજિંદર સિંહે એક વીડિયો શેર કર્યો છે જેમાં રિચા ચઢ્ઢાને તેણે થર્ડ ગ્રેડ એક્ટ્રેસ કહ્યુ છે. તેણે કહ્યુ કે, રિચા ચઢ્ઢા જેવી થર્ડ ગ્રેડ એક્ટ્રેસ પબ્લિસિટી સ્ટંટ માટે ભારતીય સેનાનું અપમાન કરી રહી છે. રિચા ચઢ્ઢા, રાહુલ ગાંધી અને કોંગ્રેસની ઉપાસક છે. તેથી તેણીની આ ટ્વીટ ભારતમાં ભારત વિરોધી સોચ સાફ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે રિચા ચઢ્ઢાની આલોચના થઈ રહી છે.


    રિચા ચઢ્ઢાની આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેણીની ઘણી આલોચના થઈ રહી છે. ઘણા યુઝર્સે કહ્યુ કે તે ભારતીય સેના અને ગલવાન સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોના બલિદાનનું મજાક બનાવી રહી છે.



    આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જુહુમાં ફ્લેટ ભાડે રાખ્યો, ભાડું અને ડિપોઝીટ જાણીને ઉડી જશે તમારા હોશ

    દિલ્હી પોલીસમાં કરવામાં આવી ફરિયાદ


    સેના પર કથિત વિવાદિત ટિપ્પણી મામલે રિચા ચઢ્ઢાનો વિરોધ વધતો જઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ વકીલ વિનીત જિંદલે એક્ટ્રેસની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે એક્ટ્રેસ પર એફઆઈઆર કરવાની માંગ કરી છે.

    શું છે સમગ્ર બાબત?


    સેનાના ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને હાલમાં જ પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન કર્યુ હતું કે PoK પાછુ લેવા માટે સેના તૈયાર છે. બસ સરકારના આદેશની રાહ છે. આ નિવેદનવાળી ટ્વીટ પપર રિચાએ રિપ્લાઈ કર્યો છે, જેને લઈને વિવાદ થઈ રહ્યો છે. જોકે તેણીએ પોતાની ટ્વીટ ડિલીટ કરી દીધી છે.
    Published by:Hemal Vegda
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन