સીબીઆઇની વિશેષ કોર્ટે 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદાસ્પદ માળખાના વિધ્વંસ (Babri Demolition Case) મામલે બુધવારે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં તેણે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે. વિશેષ કોર્ટના ન્યાયાધીશ એસ કે યાદવે પોતાના નિર્ણયમાં કહ્યું કે બાબરી મસ્જિદ પાડવાની આ ઘટના પૂર્વ નિયોજીત નહતી. આ એક આકસ્મિત ઘટના હતી.
જો કે આ નિર્ણય પર બોલવૂડમાંથી પ્રતિક્રિયાઓ હવે આવવા લાગી છે. આ નિર્ણય પછી સ્વરા ભાસ્કર(Swara Bhasker), ઋચા ચડ્ડા(RichaChadha) અને અનુભવ સિંહા સમેત બોલિવૂડના અનેક સેલેબ્રિટીએ પ્રતિક્રિયા આપી છે.
એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે બાબરી મસ્જિદ પોતે જ પડી ગઇ હતી.
તો ફિલ્મ નિર્દેશક અનુભવ સિંહાએ પહેલા એલ કે અડવાણીને શુભેચ્છા પાઠવી અને ટ્વિટ કરીને કહ્યું કે શ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને અભિનંદન, હવે તમે આ દેશની આત્મા પર એકલા જ એક લાંબી લોહીયાળ રેખા ખેંચવાના આરોપથી મુક્ત થયા છો ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર આપે.
Congratulations Mr Lal Krishna Advani you are now acquitted of the charges of single handedly drawing a bloody line across the soul of this country. May God give you a very long life.