Richa Chaddaએ પાયલ ઘોષની વિરુદ્ધ 1.1 કરોડનો માનહાનિનો કેસ કર્યો

Richa Chaddaએ પાયલ ઘોષની વિરુદ્ધ 1.1 કરોડનો માનહાનિનો કેસ કર્યો
ઋચા અને પાયલ

ઋચા ચડ્ડા (Richa Chadda)એ પાયલ ઘોષ (Payal Ghosh) પર માનહાનિનો કેસ કરીને 1.1 કરોડ દાવો કર્યો છે.

  • Share this:
    બોલિવૂડ અભિનેત્રી ઋચા ચડ્ડા (Richa chadda) એ ડાયરેક્ટ અનુરાગ કશ્યપ (Anurag Kashyap) વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર એક્ટ્રેસ પાયલ ઘોષ (Payal Ghosh) વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે. એક્ટ્રેસે પાયલ પર 1.1 (Richa Chadda defamation suit filed against Payal Ghosh) કરોડનો દાવો કર્યો છે. ઋચા ચડ્ડાનો આરોપ છે પાયલ ઘોષે એક ન્યૂઝ ચેનલમાં તેના વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા માટે આ દાવો કર્યો છે. ઋચા ચડ્ડાએ બોમ્બે હાઇકોર્ટમાં માનહાનિનો દાવો કરતા આ પર અરજી કરી છે. જો કે કોર્ટે તેની આ અરજીને સ્થગિત કરી છે.

    બોમ્બે હાઇકોર્ટે ઋચા ચડ્ડા પર પાયલ ઘોષ અને અન્ય બે લોકો પર 1.1 કરોડ રૂપિયાના માનહાનિના કેસને સાત ઓક્ટોબર સુધી સ્થગિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાયલ ઘોષને અનુરાગ કશ્યપ પર હાલમાં જ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે કહ્યું કે અનુરાગ કશ્યપ તેને પોતાના ઘરે બોલાવી હતી અને દારૂના નશામાં તેની સાથે જબરદસ્તી કરી હતી. ડાયરેક્ટરના આ વર્તન પછી તે અસહજ થઇ હતી.




    પાયલ ઘોષે કહ્યું કે જ્યારે તેને આ વાતનો વિરોધ કર્યો તો અનુરાગ કશ્યપે તેમને કહ્યું કે માહી ગિલ, ઋચા ચડ્ડા અને હુમા કુરેશી જેવી અનેક અભિનેત્રી તેમનાથી સહજ છે. આ રીતે પોતાનું નામ આવવા પર ઋચા ચડ્ડા ભડકી ઉઠી. જે પછી તેમણે એક્ટ્રેસની વિરુદ્ધ કાનૂની એક્શન લેવાની પ્રક્રિયા શરૂ કરી.

    આ પહેલા ઋચાએ પોતાની લીગન નોટિસમાં લખ્યું હતું કે હું એક મહિલા છું, અને દરેક મહિલા ન્યાય ઇચ્છે છે. પણ એક મહિલા બીજી મહિલાને નિરાધાર, કોઇ પુરાવા વગરના અને જૂઠ્ઠા આરોપ લગાવે તે ખોટું છે.
    Published by:Chaitali Shukla
    First published:October 06, 2020, 12:28 pm

    ટૉપ ન્યૂઝ